રાજકોટ, તાલાલામાં ભૂકંપના ત્રણ આંચકા

  • June 15, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળાની અંગ દઝાડતી ગરમી વચ્ચે તાલાળા માં 2.2 ની તીવ્રતાનો એક મળી કુલ બે કલાકમાં ભૂકંપના આંચકા ગાંધીનગર  સિસ્મોલોજી  સેન્ટરમાં નોંધાયા હતા. સવારે 10: 24 મિનિટે 1.8 ની તીવ્રતા નો ભૂકંપ્નો આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર તાલાળા થી 8 કિલોમીટર દક્ષિણે જમીનની  12.4 કિલોમીટર ઊંડે નોંધાયો હતો તો બપોરે 12: 28 મિનિટે 2.2 ની તીવ્રતાનો ભૂકંપ્નો આંચકો તાલાળા થી 5 કિલોમીટર પૂર્વે ગુંદરણ ગામ જમીનની 4 .8 કિલોમીટર  ઊંડાઈ નોંધાયો હતો. તાલાળા ઉપરાંત સવારે 7:17 મિનિટે બે ની તીવ્રતાનો ભૂકંપ્નો આંચકો રાજકોટમાં નોંધાયો હતો જેનું એપી સેન્ટર રાજકોટ થી 31 કિલોમીટર પૂર્વે ચીરોડા ગામે જમીનની 1 . 8 કિલોમીટર ઊંડે ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો. ઉનાળાના આકરા તાપ વચ્ચે પાંચ કલાકના અંતરમાં સૌરાષ્ટ્રમાં બે ની તીવ્રતા સાથે ના બે મળી 3  ભૂકંપ્ના આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS