અમેરિકામાં એક દિવસમાં ત્રણ હજાર મોત

  • December 04, 2020 11:13 AM 183 views

ઈટાલીમાં 24 કલાકમાં 1000ના મૃત્યુ: યુરોપ્ના દેશોની ખરાબ હાલત,બાઈડન માસ્ક માટે અપીલ કરશે

દુનિયાભરમાં કોરોનાવાયરસ મહામારીએ નવેસરથી તરખાટ મચાવી દીધો છે અને ખાસ કરીને અમેરિકા ની હાલત સૌથી વધુ ગંભીર અને ખરાબ દેખાઈ રહી છે તે જ રીતે યુરોપ્ના દેશોમાં પણ મૃત્યુ દરમાં વધારો છે અને કેસ વધી રહ્યા છે.


અમેરિકામાં એક જ દિવસમાં ત્રણ હજાર જેટલા દર્દીઓના મૃત્યુ થઈ જતા હાહાકાર મચી ગયો છે અને હજુ પણ સેંકડો દર્દીઓ ગંભીર હોવાનું બહાર આવ્યું છે. અમેરિકામાં ભયંકર હાલત હોવા છતાં નિયંત્રણો ના કડક પાલનની કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી.


એજ રીતે ઈટાલીમાં પણ છેલ્લા 24 કલાકમાં 1000 થી વધુ દર્દીઓ ના મૃત્યુ થઈ ગયા હોવાના અહેવાલો છે અને અહીં પણ ઘણા બધા દર્દીઓની હાલત ગંભીર છે. અમેરિકામાં નવા પ્રમુખ અમેરિકી જનતાને 100 દિવસ સુધી સતત માસ્ક પહેરી રાખવા માટે અપીલ કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.


અમેરિકામાં મોતનો આંકડો 2.82 લાખને પાર કરી ગયો છે અને કેસમા પણ સતત વધારો થઈ રહ્યો છે અમેરિકાના લગભગ દરેક રાજ્યમાં નવા નવા કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. આમ છતાં અમેરિકાની જનતામાં માસ્ક પહેરવા અંગેની કોઈ જાગૃતિ દેખાતી નથી.


ઈટાલીમાં ક્રિસમસ ના તહેવાર પણ કડક પ્રતિબંધ વચ્ચે મનાવવામાં આવશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. બીજી બાજુ બ્રિટનની હાલત પણ ખરાબ થઈ રહ્યું છે અને ત્યાં પણ મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે અને નવા કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application