મોરબી કોલેજના ત્રણ વિદ્યાર્થીઓએ બી.કોમમાં યુનિ. ટોપ ૧૦માં સ્થાન મેળવ્યું

  • February 14, 2020 01:45 PM 11 views

વિવિધ પ્રકારની વિદ્યાશાખાનુ શિક્ષણ પ્રદાન કરતી શહેરની ઓમવીવીઆઈએમ કોલેજ ના વિદ્યાર્થીઓએ એલ.એલ.બી. ના પરિણામોમા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા ટોપ ટેનમા સ્થાન પ્રાપ્ત કર્યા બાદ તાજેતરમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલ બી.કોમ. સેમ-૩ના પરિણામમા પણ ડંકો વગાડીને ત્રણ વિદ્યાર્થીઓએ યુનીવર્સીટી ટોપ ૧૦ માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.બી કોમ સેમ ૩ માં કોલેજના ત્રણ વિદ્યાર્થીઓએ યુનીવર્સીટી ટોપ ૧૦ માં સ્થાન પ્રાપ્ત કર્યું છે જેમાં સમગ્ર યુનિવર્સિટીમા દ્વિતીય ક્રમે દવે ધન્વી શૈલેષ ભાઈ (૮૪.૧૪%), ચોથા ક્રમે મીરાણી કોમલ મનોજભાઈ (૮૦.૫૭%), પાંચમા ક્રમે મુછડીયા અભિષેક રમેશ ભાઈ (૮૦.૧૪%) એ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે.ઉત્કૃષ્ઠ પરિણામોની પરંપરા જાળવી રાખતી મોરબીની ઓમવીવીઆઈ કોલેજના વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ સંસ્થા ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતના સ્ટાફગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.