રાજકોટની જેલમાંથી ૪૭ કેદીઓ વચગાળાના જામીન મુકત થયા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં સમગ્ર વિશ્ર્વ તથા દેશભરમાં કોવિદ-૧૯ કોરોના વાયરસ પ્રસરી રહેલ છે. જેની ગંભીર અસર ગુજરાત રાજ્યમાં પણ વર્તાઇ રહી છે. જે અંતર્ગત સુપ્રીમ કોટ સુઓમોટો રિટ પિટિશન અન્વયે હાઇપાવર કમિટિ દ્વારા તા.૨૪-૦૩-૨૦૨૦ના રોજ લેવાયેલ નિર્ણય મુજબ રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક તથા જિલ્લા કાનૂન સેવા સત્તા મંડળના સહિયારા પ્રયાસોથી રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલ કલમ-૧૨૫ હેઠળ સાદી કેદની સજા પામેલ ભરણ પોષણના કેદીઓ તેમજ માઇનોર ગુનાના કાચા કામના આરોપીઓને જેલ મુકત કરવા માટે ચીફ.જયુડીશલ મેજીસ્ટ્રેટ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે તા.૨૯/૩૦-૩-૨૦૨૦ના રોજ કોર્ટ બેસાડવામાં આવી હતી. જેમાં કલમ ૧૨૫ હેઠળના ભરણ પોષણના ૩૬ કેદીઓ તથા માઇનોર ગુનાના કાચા કામના ૧૧ આરોપીઓ મળી કુલ ૪૭ કેદીઓને વચગાળાની રજા મંજૂર કરી જાત મુચરકા ઉપર જેલ મુકત કરવામાં આવેલા છે. 


જેલ મુકત થતાં તમામ કેદીઓનું રાજકોટ મધ્યસ્થ જેલ દવાખાનાના મેડિકલ ઓફિસર દ્વારા હેલ્થ સ્ક્રેનિંગ કરવામાં આવેલ હતું. જેલ મુકત થતાં કેદીઓ કે જેઓ રાજકોટ શહેર બહારના હોય તેઓને તથા રાજકોટ શહેરના કેદીઓને અત્રેની કચેરીના સરકારી વાહનમાં તેમના રહેણાંક ખાતે તેમના વાલી-વારસનાઓને સોંપવામાં આવ્યા હતાં. જેમાં રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટના ફુલ ટાઇમ સેક્રેટરી હરેશભાઇ આર.જોટાણીયાના પ્રયાસથી બીએપીએસ સંસ્થા રાજકોટના સંત અપૂર્વમુનિ સ્વામીઓના સહયોગથી તમામ કેદીઓને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS