રાજુલા પંથકમાં ત્રણ ઇંચ વરસાદથી હરખની હેલી

  • September 10, 2021 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુલા તાલુકામાં ૧૮ કલાક માં  ત્રણ ઇંચ વરસાદ વરસતા  ખેડૂતોમાં અને ખેત મજુર ને પશુ-પક્ષીઓમાં લોકો ખુશીનો માહોલ વ્યા પેલ છે છેલ્લા ઘણા સમયથી વરસાદની તંગી અનુભવતા રાજુલા તાલુકા લોકો મેઘરાજાએ મહેર કરતા આજે બપોર બાદ અને ગઈકાલે રાત્રે સારો વરસાદ પડતાં ખેતીપાકોને તેમજ ડેમ તળાવોમાં પાણી આવી જતા લોકોને ખૂબ જ રાહત થયેલ છે અને ગરમીમાંથી છુટકારો મળેલ છે


રાજુલામાં  ત્રણ ઇંચ વરસાદ પડતા રાજુલાનાં ધાતરવડી ડેમ નંબર ૨ માં પાણીની આવક થતાં ધાતરવડી નંબર ૨ માં છ દરવાજા ખોલવા પડેલ છે અને આ છ દરવાજા ખોલવા ની સાથે નિચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવેલ છે તેમજ રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ ખાતે આવેલ ધાતરવડી ૧ ડેમ જે ૧૩ ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે  અને રાજુલા જાફરાબાદ શહેર ના લોકો ને પીવાનુ પાણી પુરૂ પાડે છે તે ધાતરવડી ડેમ ૧ પણ અવર ફોલો થતાં રાજુલા જાફરાબાદ શહેર ના લોકોમાં તેમજ ખેડૂતો મા હરખની હેલી વરસી રહેલ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS