ભારતમાં રેડ્મીની આ ત્રણ ડીવાઇસ થઈ શકે છે લોન્ચ.....

  • February 11, 2020 12:20 PM 15 views

ભારતમાં આજે રેડ્મી 9A લોન્ચ થઇ શકે છે શાઓમી ની સબબ્રાંડ રેડ્મી દ્વારા તેની લોન્ચિંગને લઈને છેલ્લા એક અઠવાડિયાથી ટીજર્સ આપવામાં આવ્યું છે જોકે તેનું કોઈ સ્પેસીફીકેશન આપવમાં આવ્યું નથી આજના લોન્ચ ઇવેન્ટમાં બહુપ્રતિક્ષીત રેડ્મી બ્રાંડ વાળા રેડ્મીબુક નોટબૂક અને  પાવરબેંક પણ લોન્ચ કરવામાં આવી શકે છે. ઓફિસિયલ લોન્ચ ઇવેન્ટ કોઈ લોકેશન પર કરવામાં આવશે નહિ પરંતુ ઇવેન્ટની લાઇવ સ્ટ્રીમિંગ ઓનલાઈન વિડીયો દ્વારા કરવામાં આવશે. આ સ્ટ્રીમિંગ ઉપરાંત શાઓમીની વેબસાઈટ તેમજ રેડ્મી અને શાઓમીના સોશિયલ મીડિયા ચેનલ પર થશે.