સિટી બસમાં બેફામ કટકીબાજી કરતાં ત્રણ કન્ડક્ટર ઘરભેગા અને 25 સસ્પેન્ડ

  • March 16, 2021 07:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બસ ઓપરેટર, ફેર કલેકશન કરતી એજન્સી અને સુરક્ષા-વ્યવસ્થા સંભાળતી એજન્સી સહિત તમામને દંડ ફટકારાયો

 


રાજકોટ મહાપાલિકાની સિટી બસ સેવામાં બેફામ કટકીબાજી ચાલી રહી હોવાનું વધુ એક વખત બહાર આવ્યું છે. તાજેતરમાં ચેકિંગ દરમિયાન વિવિધ પ્રકારની ગેરરીતિ આચરનાર ત્રણ ક્ધડકટરને કાયમી ધોરણે ઘરભેગા કરી દેવામાં આવ્યા હતા અને નાણાકીય સહિત વિવિધ પ્રકારની ગેરરીતિ આચરવા બદલ અન્ય 25 ક્ધડકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર જાહેર કરાયું છે. મહાપાલિકાએ ફેબ્રુઆરી માસ દરમિયાન પકડેલી ગેરરીતિની સત્તાવાર વિગતો જાહેર કરતાં આજે જણાવ્યું હતું કે, સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને કામગીરીમાં ક્ષતિ બદલ.4.11 લાખની પેનલ્ટી કરવામાં આવી છે. જ્યારે સિટી બસ સેવામાં કાર્યરત સિકયુરિટી એજન્સી નેશનલ સિકયુરિટીને ફરજમાં બેદરકારી બદલ પેનલ્ટી કરાઈ છે. સિટી બસ સેવામાં ફેર કલેકશન કરતી એજન્સી ડી.જી. નાકરાણીને 21600ની પેનલ્ટી કરાઈ છે. ટિકિટ વિના ઝડપાયેલા પાંચ મુસાફરોને 500નો દંડ કરાયો છે. આ ઉપરાંત બીઆરટીએસમાં બસ ઓપરેટર માતેશ્ર્વરી ટ્રાવેલ્સની કામગીરીમાં ક્ષતિ બદલ 46 હજારની પેનલ્ટી, સિકયુરિટી વ્યવસ્થા સંભાળતી શ્રીરાજ સિકયુરિટી સર્વિસને 21 હજારની પેનલ્ટી તેમજ ટિકિટ વિના ઝડપાયેલા ચાર મુસાફરોને 400નો દંડ કરાયો હતો.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS