BREAKING NEWS

જામનગરના પુર્વ વિપક્ષી નેતાના ભત્રીજા પર હુમલો અને ફાયરીંગમાં ત્રણ આરોપી પકડાયા

  • March 24, 2026 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પુર્વ વિપક્ષી નેતાના ભત્રીજા પર હુમલો અને ફાયરીંગમાં ત્રણ આરોપી પકડાયા

સિકકા, એલસીબી સહિતની ટુકડીઓ દ્વારા આરોપીઓના આશય સ્થાને તપાસ : બે વાહન અને હથિયાર કબ્જે 


જામનગરની ભાગોળે વસઇ ગામ પાસે વાહનો મારફત ફિલ્મી ઢબે પીછો કરીને રાત્રીના સુમારે પુર્વ વિપક્ષી નેતાના ભત્રીજા પર જીવલેણ હુમલો કરી તેમજ ગાડી પર ફાયરીંગ કરવાના ચકચારી પ્રકરણમાં જુદી જુદી પોલીસ ટુકડીઓ તપાસનો ધમધમાટ આદરીને ૩ આરોપીને પકડી લીધા છે અને સધન પુછતાછ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત અન્ય આરોપીઓને પકડવા આશય સ્થાનો સહિતના સ્થળે તપાસ ચલાવવામાં આવી રહી છે. 


જામનગરમાં પુર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીના ભત્રીજા શાહનવાઝ અને તેના મિત્રો તા. ૨૨ રાત્રીના થાર કાર લઇને જામનગર ખંભાળીયા હાઇવે પર ચા-પાણી પીવા માટે ગયા હતા, દરમ્યાન આરોપીઓએ અન્ય વાહનોમાં કાવતરાના ભાગરૂપે ગેરકાયદે મંડળી રચીને પીછો કર્યો હતો અને વસઇ નજીકના રોડ પર આરોપીઓએ સાહેદની ગાડીને ટકકર મારી રોડ નીચે ઉતારી દીધી હતી અને ગાડીના કાંચમાં ફાયરીંગ કર્યુ હતું, દરમ્યાન આગળ જતા પાઇપ સહિતના હથિયારો વડે શાહબાઝ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં અન્ય બે ને પણ નાની મોટી ઇજા પહોચી હતી. ઇજાગ્રસ્તોને પ્રથમ સરકારી અને ત્યાથી ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. 


બીજી બાજુ આ અંગેની જાણ થતા જામ્યુકોના પુર્વ વિપક્ષી નેતા અસલમભાઇ ખીલજી દોડી ગયા હતા અને ગઇકાલે વહેલી સવારે સિકકા પોલીસ સ્ટેશનમાં  પુર્વ કોંગી કોર્પોરેટર અલ્તાફ ગફાર ખફીના કહેવાથી તેઓના મળતીયા અનવર ઉર્ફે અના ગફાર ખફી, મુખ્તાર ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી, બંગલાવાડીના તબરેજ, શંકરટેકરીના મહેબુબ ખફી, સુમરા ચાલીના મોસીન પચાસીયો, મસીતીયાના હનીફ મુસા ખફી, શંકરટેકરીના હુશેન બોદુ ખફી, લાલખાણના હમીદ જાનમામદ ઉર્ફે રાંઝો વિગેરે સામે જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.


જેમાં જણાવ્યુ હતું કે આરોપીઓએ પાઇપ, ધોકા જેવા હથિયારોથી ફરીયાદીના ભત્રીજા પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી, અગાઉ કરેલી ફરીયાદનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો ગઇકાલે બનાવ બાદ એસપીના માર્ગદર્શન હેઠળ લાલપુરના આઇપીએસ અધિકારી પ્રતિભા રાવની આગેવાની હેઠળ પીઆઇ પી.ટી. જયસ્વાલ અને ટીમ દ્વારા ઉંડાણપુર્વકની તપાસ હાથ ધરી હતી, ઘટના સ્થળેથી પાઇપ અને ફુટેલ કાટીંઝ મળી આવ્યા હતા.


દરમ્યાનમાં આરોપીના આશય સ્થાનો સહિતના સ્થળોએ અલગ અલગ પોલીસ ટુકડીઓ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો હતો પોલીસે ૩ આરોપીઓની અટક કરી છે જેમાં મોસીન પચાસીયો, તબરેજ હાલાણી અને હમીદ જાનમામદ ઉર્ફે રાંઝોનો સમાવેશ થાય છે તેમની પાસેથી એક દેશી બંદુક અને બે કાર કબ્જે લીધી છે, પકડાયેલા શખ્સોની પુછપરછ ચલાવવામાં આવી રહી છે અને અન્ય ફરાર શખ્સોની શોધખોળ માટે ટીમો કામે લગાડવામાં આવી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News