BREAKING NEWS

ઓખામાં બાળકના રમવા બાબતે ભાઈઓને મારી નાખવાની ધમકી 

  • July 02, 2026 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખામાં બાળકના રમવા બાબતે ભાઈઓને મારી નાખવાની ધમકી 

બે બંધુઓ સામે ફરિયાદ દાખલ થતા પોલીસની તપાસ

ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા અલીભાઈ હાજીભાઈ સુંભણીયા નામના ૪૩ વર્ષના ભડેલા મુસ્લિમ યુવાનનો ૮ વર્ષનો ભત્રીજો મહમદ ગત તારીખ ૩૦ ના રોજ રસ્તામાં રમી રહ્યો હતો, ત્યારે આરોપી નવાજ ઇશાક આમરા (ઉ.વ. ૨૨) એ મહમદને રસ્તામાં નહીં રમવા બાબતે જોરથી રાડો પાડી, અને ઠપકો આપતા ફરિયાદી આલીભાઈ તથા તેમના ભાઈ અલ્તાફ હાજીભાઈએ બાળક મહમદને ઠપકો નહીં આપવા અને પ્રેમથી સમજાવવાનું કહ્યું હતું.
​​​​​​​
જેથી આરોપી નવાજ તેમજ તેની સાથેનો અન્ય એક આરોપી મહેબુબ ઇશાક આમરા (ઉ.વ. ૨૬) નામના બે શખ્સોએ ફરિયાદી આલીભાઈ તથા તેમના ભાઈ અલ્તાફભાઈને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે તેમજ ઢીકા-પાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જેને અનુલક્ષીને ઓખા મરીન પોલીસે બંને આરોપીઓ સામે બીએનએસ અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, બંને આરોપીઓની અટકાયત કરી લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application