ટ્વિટરને હરીફાઈ આપતી થ્રેડ્સ એપ માત્ર 3 કલાકની અંદર લાખો યુઝર્સે કરી ડાઉનલોડ

  • July 06, 2023 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્વિટર પોતાની અવળચંડાઈથી બાજ નથી આવતું ત્યારે ટ્વિટર યુઝર્સની તકલીફોને દુર કરવા મેટાએ થ્રેડ્સ એપ આજ ભારતમાં લોન્ચ છે. આ એપ ઇન્સ્ટાગ્રામ સાથે કનેક્ટ થઇ શકે છે.આ એપ માત્ર 3 કલાકમાં જ 50 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે.


ટ્વિટરને ટક્કર આપવા માટે મેટા દ્વારા થ્રેડ એપ લોન્ચ કરવામાં આવી છે. એલોન મસ્ક દ્વારા ટ્વિટર પર કરવામાં આવી રહેલા સતત ફેરફારોને કારણે નારાજ વપરાશકર્તાઓ થ્રેડ પર તેમની રુચિ બતાવી રહ્યા છે. કંપનીએ એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ માટે થ્રેડ લોન્ચ કરી છે. થ્રેડ એપને લઈને યુઝર્સમાં ઉત્સાહનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોન્ચ થયાના માત્ર 3 કલાકમાં જ 50 લાખથી વધુ લોકોએ તેને ડાઉનલોડ કરી છે.


મેટા દ્વારા 100 દેશોમાં થ્રેડ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. તેના બ્લોગપોસ્ટમાં, મેટાએ જણાવ્યું હતું કે થ્રેડ્સ એક નવી એપ્લિકેશન છે. આ એપમાં તમે તમારા મિત્રો, સંબંધીઓ, પરિવારના સભ્યો અને અન્ય લોકો સાથે સરળતાથી કનેક્ટ થઈ શકો છો. આ નવી સોશિયલ નેટવર્કિંગ એપને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ ટ્વિટર જેવા જ છે પરંતુ આમાં કંપનીએ Instagram જેવા ફીચર્સ પણ આપ્યા છે. જણાવી દઈએ કે જ્યારથી ટ્વિટરે તેના પ્લેટફોર્મમાં પેઇડ સબસ્ક્રિપ્શન શરૂ કર્યું છે, ત્યારથી મોટી સંખ્યામાં તેના વપરાશકર્તાઓને દૂર કરવામાં આવ્યા છે અને મેટા આ વપરાશકર્તાઓને તેના પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. થ્રેડ્સ એપનો ઉપયોગ મોબાઈલ તેમજ ડેસ્કટોપ મોડમાં થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application