દેશભરમાં ૯ મિનિટમાં ૩૨ હજાર મેગાવોટ વિજળીની થઈ બચત

  • April 06, 2020 11:16 AM 476 views

 

  • દેશભરમાં ઘરોના બલ્બ અને ટૂબલાઇટ બધં થવાથી વીજળી ગ્રિડ પર કોઈ અસર પડી નથી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર કાલે રાત્રે ૯ કલાકે ૯ મિનિટ સુધી દેશભરમાં ઘરોના બલ્બ અને ટૂબલાઇટ બધં થવાથી વીજળી ગ્રિડ પર કોઈ અસર પડી નથી. સરકાર અને વીજળી કંપનીઓ માટે પહેલાથી તૈયાર કરવામાં આવેલી યોજનાથી કોઈ સમસ્યા થઈ નથી.ગઈ કાલે ૯ મિનિટમાં ૩૨ હજાર મેગાવોટ વીજળીની બચત થઇ હોવાનું અનુમાન છે.


વડાપ્રધાનેકોરોના વાયરસ વિદ્ધ અભિયાન હેઠળ દેશના નામે પોતાના સંદેશમાં 'અંધકારને પડકાર'ના પમાં રવિવારે રાત્રે ૯ કલાકે આગામી ૯ મિનિટ સુધી લાઇટ બધં કરવા અને દીવા, મિણબત્તી, ટોર્ચ કે મોબાઇલથી રોષની કરવાની અપીલ કરી હતી.


તેના પર ઉર્જા મંત્રી આર.કે.સિંહે કહ્યું, વીજળીની આપૂર્તીમાં કમી (રેપ ડાઉન) અને પછી વધારો (રેપ અપ)નું કામ સારી રીતે ચાલ્યું છે. અધિકારીઓએ સારી રીતે તેની વ્યવસ્થા કરી છે. હત્પં અને મારી સાથે વરિ અધિકારી ઉર્જા સચિવ અને પોસ્કો સીએમડી નેશ્નલ મોનિટરિંગ સેન્ટરથી વ્યકિતગત પથી સ્થિતિ પર નજર રાખી રહ્યાં હતા. હત્પં એનએલડીસી (નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર), આરએલડીસી (રિઝનલ લોડ ડિસ્પેચ સેન્ટર) અને એસએલડીસી (સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર)ના તમામ એન્જિનિયરોને સ્થિતિને યોગ્ય રીતે સંભાળવા માટે અભિનંદન આપુ છું.


ઉર્જા મંત્રી અનુસાર આશરે ચાર–પાંચ મિનિટ દરમિયાન વીજળીનો વપરાશ ૧,૧૭,૦૦૦ મેગાવોટથી ઘટીને ૮૫,૩૦૦ મેગાવોટ રહ્યો હતો. આ સંભવિત ૧,૨૦,૦૦૦ મેગાવોટના ઘટાડાથી ઘણી વધુ હતી. મંત્રાલય અનુસાર લાઇટ બધં થયા બાદ માગમાં ઘટાડો થવા છતાં ૧૧૦ મેગાવોટનો વધારો (રેપ અપ) સુચા રહ્યો. કોઈ જગ્યાએથી ખામી કે બધં થવાની ઘટના બની નથી. તેમણે વીજળી ઉત્પાદન કંપનીઓ એનટીપીસી અને એનએચપીસીની પ્રશંસા કરી હતી. આર.કે.સિંહે કહ્યું કે, હાઇડ્રો પાવર સેકટર મોટુ યોગદાન મળ્યું છે.


તેવી આશંકાઓ વ્યકત કરવામાં આવી રહી હતી કે, પીએમની અપીલ પર ૯ કલાકથી આગામી ૯ મિનિટ સુધી ઘરોમાં બલ્બ, ટૂબલાઇટ બધં થવાથી બ્રિજલ ગ્રિડ પર પ્રતિકૂળ અસર પડશે અને વીજળી વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે. પરંતુ મંત્રાલયે સ્પષ્ટ્ર કહ્યું હતું કે, દેશની ગ્રિડ વ્યવસ્થા મજબૂત છે અને આ પ્રકારની આશંકાઓ નિરાધાર છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application