દ્વારકાના જગતમંદિર પર ઘ્વજાજી ચડાવવા માટે ૨૧ હજાર ફોર્મ ભરાયા

  • September 20, 2023 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકાધીશને ઘ્વજા ચડાવવા માટેનું ખુબ જ મહત્વ છે, ત્યારે દ્વારકાધીશજીની ૧૦ વર્ષ માટેની ૧૧ હજાર ઘ્વજા માટે ડબલ એટલે કે ૨૧ હજાર ફોર્મ ભરાયા છે અને હવે ડ્રો મારફત ઘ્વજાજીની ફાળવણી થશે.



દરેકને ન્યાય મળે તે માટે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ઘ્વજાજીના ડ્રો સમયે પોરબંદરના ધારાસભ્ય રમેશભાઇ ધડુક પણ હાજર રહયા હતા, તમામ ફોર્મ એકઠા કરવામાં આવ્યા હતા અને તેમાથી ક્રમવાઇઝ ડ્રો કરવામાં આવશે, દ્વારકા મંદિર આસ્થાનું પ્રતિક છે ત્યારે ઘ્વજાજીનો લ્હાવો લેવો એ પણ એક સૌભાગ્ય ગણાય છે ત્યારે દ્વારકામાં ઘ્વજાજીના બુકીંગ માટે ભકતોમાં ભારે ઘસારો થયો છે.


દ્વારકામાં દરરોજ ૫ ઘ્વજાજી ચડાવવામાં આવે છે, દેશ વિદેશમાંથી આ ઘ્વજાજી ચડાવવા માટે ફોર્મ ભરવામાં આવ્યા છે, ત્યારે ગઇકાલે શાસ્ત્રોકતવિધીથી ભગવાનની આરતી કર્યા બાદ સાંસદની હાજરીમાં ઘ્વજાજી માટેનો ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતીના તેમજ મંદિરના પુજારીઓ પણ હાજર રહયા હતા, સમગ્ર વ્યવસ્થા પારદર્શક બની રહે તે માટે તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી, આગામી દિવસોમાં જે ભકતોને બુકીંગમાં નંબર લાગે તે માટે ઘ્વજાજીની ૧૦ વર્ષની પ્રક્રિયા શ‚ કરવામાં આવી હતી, આમ લાંબા સમય બાદ ઘ્વજાજીનું બુકીંગ કરવામાં આવ્યુ હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application