૧૦૦ દિવસ કોવિડ ડ્યૂટી કરનારાને સરકારી નોકરીમાં પ્રાથમિકતા અપાશે

  • May 04, 2021 09:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોદી કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય: આરોગ્યકર્મીઓને કોવિડ રાષ્ટ્ર્રીય સેવા સન્માન અપાશે.કોરોના–૧૯ને હરાવવા માટે પૂરતા મેડિકલ સ્ટાફની વધતી જરિયાતોને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય લેવાયા. તે અંતર્ગત કોવિડ મેનેજમેન્ટમાં કામ કરનારા સ્ટૂડન્ટસ કે પ્રોફેશનલ્સને ૧૦૦ દિવસનો અનુભવ થયા બાદ સરકારી નોકરીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ૧૦૦ દિવસના અનુભવ બાદ એ બધા આરોગ્યકર્મીઓને ભારત સરકાર દ્રારા પ્રધાનમંત્રી કોવિડ રાષ્ટ્ર્રીય સેવા સન્માન આપવામાં આવશે.

 


વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરાયેલા એક સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, વડાપ્રધાન મોદીએ કોવિડ–૧૯ સામે લડવા માટે આરોગ્યકર્મીઓની ઉપલબ્ધતા વધારવા સંબંધી મહત્વના નિર્ણયોને આજે અંતિમ પ આપ્યું. નીટ પી.જી.ની પરીક્ષાને આગામી ચાર મહિના સુધી સ્થગિત કરવાની સાથે જ મેડિકલ ટ્રેઈનીઝને મહામારી મેનેજમેન્ટ કાર્યેા માટે તૈનાત કરવાનો નિર્ણય લેવાયો.

 


એમબીબીએસના છેલ્લા વર્ષના વિધાર્થીઓનો કોવિડ–૧૯ના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની દેખરેખ અને ટેલી–મેડિસીનમાં ઉપયોગ કરી શકાય છે, યારે મેડિકલ ટ્રેઈની પોતાની ફેકલ્ટીના હાથ નીચે આવા કેસોમાં સારવાર કરી શકશે.

 


સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, તેનાથી કોવિડ–૧૯ દર્દીઓની સારવારમાં કાર્યરત ડોકટરોનો ભાર ઓછો થશે. એટલું જ નહીં, બીએસસી નસિગ કે જીએનએમ પાસ નર્સેાનો સીનિયર ડોકટરો અને નર્સેાના હાથ નીચે કોવિડ–૧૯ દર્દીઓની સેવામાં પૂર્ણ સમય ઉપયોગ કરી શકાશે.

 


મેડિકલ સ્ટૂડન્ટસ અને પ્રોફેશનલ્સને કોવિડ સંબંધી કામકાજમાં તૈનાત કરતા પહેલા તેમનું વેકિસનેશન કરાશે. સાથે જ તેમને આરોગ્યકર્મીઓ માટે મળતી સરકારી વિમા યોજનાનો લાભ પણ અપાશે. સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, નીટ પોસ્ટગ્રેયુએટની પરીક્ષા ઓછામાં ઓછી ચાર મહિના માટે સ્થગિત કરવામાં આવી રહી છે અને આ પરીક્ષા ૩૧ ઓગસ્ટ પહેલા લેવામાં નહીં આવે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application