ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન સંજુ સેમસને શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. પલ્લેકલેમાં રમાઈ રહેલી T20 શ્રેણીમાં સંજુ સેમસન સતત મેચમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ત્રીજી T20 મેચમાં સંજુ સેમસને ચામિંડુ વિક્રમસિંઘેનો બોલ ડીપ પોઈન્ટ પર ઉભેલા ફિલ્ડરના હાથમાં માર્યો હતો. આ પહેલા બીજી ટી20 મેચમાં સંજુ સેમસન તિક્ષાનાની ઓવરમાં ક્લીન બોલ્ડ થયો હતો.
સંજુ સેમસનને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. બાંગ્લાદેશ સામેની વોર્મ-અપ મેચમાં તે ન્યૂયોર્કની મુશ્કેલ પીચ પર 6 બોલમાં માત્ર એક રન બનાવી શક્યો હતો. સેમસન T20 વર્લ્ડ કપ દરમિયાન બેન્ચ પર રહ્યો હતો. જોકે, તે ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો. સેમસને સીરીઝમાં અડધી સદી ફટકારી હતી. તેને શ્રીલંકા સામે પણ તક મળી હતી પરંતુ ઓપનર તરીકે તે બંને મેચમાં ફ્લોપ રહ્યો હતો.
ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સંજુ સેમસન પર ઘણો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો કે બે મેચમાં તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. શ્રીલંકા સામેની સીરીઝમાં તેને બે મેચમાં ઓપનર તરીકે મોકલવામાં આવ્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો નહોતો. તે બીજી મેચમાં પહેલા બોલ પર અને ત્રીજી મેચમાં ચોથા બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો.
વિકેટ-કીપર બેટ્સમેન તરીકે, સેમસન T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનારો બીજો બેટ્સમેન છે. તે ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો હતો. રિષભ પંતના નામે આ એક અનિચ્છનીય રેકોર્ડ છે. તે ચાર વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો છે. સેમસનના નામે વધુ એક શર્નમાક રેકોર્ડ નોંધાયો છે. ભારત માટે 25 કે તેથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યા બાદ તે એકમાત્ર એવો બેટ્સમેન છે જેની એવરેજ 20થી ઓછી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech