તારક મહેતા સીરીયલની આ જોડીને રીયલ લાઇફમાં બનતું નથી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક દાયકા કરતાં વધારે સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે.  આ સિરીયલના દરેક કલાકાર પોતાની રીતે ખૂબ જ મહત્વ ધરાવે છે. આ આ શોની અંદર ટપુ અને સોનુની જોડી પણ યુવાનોને તેમજ બાળકોને ખુબ જ પસંદ પડે છે. 

 

ટપુસેના આપણે મેમ્બર ઓન-સ્ક્રીન તો એકબીજાને ખૂબ સારા મિત્રો છે પરંતુ સિરિયલની અંદર બંને વચ્ચેની કેમેસ્ટ્રી જે રીતે થાય છે તે રીતે  રિયલ લાઇફમાં મેચ થતી નથી. આ અંગેનો ઉલ્લેખ અન્ય કોઈએ નહી પરંતુ સીરીયલની અંદર સોનુંનો રોલ કરનાર અભિનેતા પલક સિધવાણીએ જણાવ્યું છે.

 

એક ઈન્ટરવ્યૂ દરમિયાન તારક મહેતામાં સોનુનો રોલ પ્લે કરનાર પલક સિધવાનીએ જણાવ્યું કે, સેટ પર લગભગ 80 લોકો હોય છે અને જરૂરી નથી કે તમારી બધાંની સાથે દોસ્તી થઈ જાય છે. જ્યારે આપણે ઓફિસમાં કામ કરતા હોઈએ છીએ ત્યારે ત્યાં પણ આપણી બધાંની સાથે દોસ્તી નથી થતી.

 

એ જ રીતે હું અને રાજ સારાં મિત્રો નથી પરંતુ એક પ્રોફેશનલ બોન્ડ શેર કરીએ છીએ અને અમારી વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો નથી થયો. વાત એટલી જ છે કે મને ગોગી, ગોલી અને પિંકૂ સાથે વધારે સમય મળે છે પરંતુ તેનો મતલબ એવો બિલકુલ નથી કે રાજ (ટપ્પૂ) અને હું એક સારું રિલેશન શેર નથી કરી રહ્યાં. રાજ મારો વર્કિંગ પાર્ટનર છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS