ટ્વિટરની આ નવી સુવિધાથી નકામા સંદેશાઓ મળવાના થશે બંધ, કમેન્ટ વિભાગમાં મળશે નવો વિકલ્પ

  • July 15, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્વિટર રોજ કઈ નવું લાવે છે.નવા ફીચર તો નવી સુવિધા.ત્યારે આજ ફરી નવી સુવિધા આવી છે જેમાં ટ્વિટર પર સ્પામ સંદેશાઓથી છૂટકારો મેળવવા માટે કંપનીએ ગોપનીયતા હેઠળ એક નવો વિકલ્પ ઉમેર્યો છે. તેને ચાલુ રાખવાથી તમને નકામા સંદેશા મળશે નહીં.


ટ્વિટરને મેટાના થ્રેડસથી સખત સ્પર્ધા મળી રહી છે. માત્ર 5 દિવસમાં થ્રેડ્સે 100 મિલિયનનો યુઝરબેઝ મેળવ્યો હતો. ઘણા વપરાશકર્તાઓ ટ્વિટરથી થ્રેડ્સ પર સ્વિચ કરી રહ્યાં છે. કંપનીએ ટ્વિટર વપરાશકર્તાઓ માટે એક નવી સુવિધા રજૂ કરી છે જે તેમને સ્પામ સંદેશાઓથી સુરક્ષિત કરશે. અત્યારે બધા લોકોને ટ્વિટર પર ઘણા પ્રકારના સ્પામ મેસેજ મળે છે. ઘણા યુઝર્સે આ અંગે એલન મસ્ક અને કંપનીને ફરિયાદ કરી હતી. હવે કંપનીએ સ્પામને રોકવા માટે એક નવું ફીચર બહાર પાડ્યું છે.જે 14 જુલાઈથી લાઈવ થઈ ગયું છે.


નવી સુવિધાને ચાલુ કરવા પર DM માં ખૂબ ઓછા સ્પામ સંદેશાઓ મળશે અને તમે નક્કી કરી શકશો કે તમને કોણ સંદેશા મોકલી શકે છે. તમને સેટિંગ્સ અને ગોપનીયતા હેઠળ DM વિભાગમાં નવો વિકલ્પ મળશે. અહીં તમારે ક્વોલિટી ફિલ્ટરનો વિકલ્પ પસંદ કરવાનો છે. આ કર્યા પછી તમે ફક્ત તે જ લોકોના DM સંદેશા જોશો જેમને તમે અનુસરો છો. વેરિફાઈડ યુઝર જેમને તમે ફોલો નથી કરતા તેમના મેસેજ મેસેજ રિક્વેસ્ટ પર જશે. તમે કોઈપણ સમયે સેટિંગ બદલી શકો છો.


કંપની કન્ટેન્ટ સર્જકોને પૈસા આપી રહી છે

ટ્વિટર પણ YouTube જેવા કન્ટેન્ટ સર્જકોને પૈસા ચૂકવી રહ્યું છે. જોકે શરૂઆતમાં થોડા જ લોકોને પૈસા મળી રહ્યા છે. કંપની પસંદગીના વપરાશકર્તાઓ સાથે જાહેરાતની આવક વહેંચી રહી છે. આવક મેળવવા માટે ટ્વિટર યુઝર્સને કેટલીક શરતો પણ પૂરી કરવી પડશે. ટ્વિટર યુઝરના એકાઉન્ટમાં છેલ્લા 3 મહિનામાં દર મહિને 5 મિલિયનથી વધુ ટ્વીટ ઈમ્પ્રેશન્સ હોવા જોઈએ. પ્રોફાઇલ સંપૂર્ણ હોવી જોઈએ એટલે કે બધી માહિતી તેમાં હોવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application