કોરોના પછીની નબળાઈ દૂર કરવા આ જ્યૂસનું કરો સેવન, 1 સપ્તાહમાં થઈ જશો ટનાટન

  • April 29, 2021 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દેશમાં કોરોનાની બીજી લહેર ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી છે. દરરોજ લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જો કે આ રાહતની વાત છે કે ઘણા લોકો સ્વસ્થ પણ ઝડપથી થઈ રહ્યા છે. પરંતુ આ વાયરસ એટલો ખતરનાક છે કે તે વ્યક્તિના શરીરને એટલું નબળું બનાવી દે છે કે સ્વસ્થ થયા પછી પણ લોકો લાંબા સમય સુધી નબળાઇ અનુભવે છે.

 

 

કોવિડ પછીની વીકનેસના કારણે ચાલવામાં મુશ્કેલી, શ્વાસ લેવાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં ખોરાકની ખૂબ કાળજી લેવાની જરૂર પડે છે. જો તમને પણ કોરોના થયો હોય અને આવી કોઈ સમસ્યા થતી હોય તો તેના માટે તમે આ જ્યૂસ બનાવી પી શકો છો. તેનાથી તમારી નબળાઇ દૂર કરવામાં ખૂબ મદદ મળશે. આ ઉપરાંત તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને ભૂખ પણ વધશે.

 


 
આ જ્યુસ બનાવવા માટે, ગાજર, બીટ, ટામેટા, દાડમ અથવા નારંગી, આદુનો એક ટુકડો અને એક સફરજન થોડા થોડા પ્રમાણમાં લેવા. આ બધી વસ્તુનો એકસાથે રસ કરી લેવો. આ જ્યુસમાં સ્વાદ અનુસાર થોડો લીંબુનો રસ, કાળા મરીનો પાવડર અને સંચળ ઉમેરી પી લેવું.   

 

 

આ જ્યૂસ ઓછામાં ઓછા 10 દિવસ પીવાથી તમને સ્વાસ્થ્યમાં લાભ અનુભવાશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS