જો તમે પણ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો છો તો આ વાત તમારે જાણવી છે ખૂબ જરૂરી

  • March 12, 2021 01:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

તમે તમારી આસપાસ એવા અનેક લોકોને જોયા હશે જે રોજ સવારે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીએ છે મોટાભાગના લોકો સવારે ખાલી પેટ તાંબાના કળશમાં રાખેલું પાણી પીવે છે. તાંબાની પ્રકૃતિ ગરમ હોય છે તેથી આ પાણીને હૂંફાળું ગરમ કરવાની પણ જરૂર પડતી નથી તાંબામાં રાખેલું પાણી ઔષધીય ગુણોથી ભરપૂર થઈ જાય છે જેને કારણે તેને પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે જોકે આ પાણી પીવાના કેટલાક નિયમો પણ છે જેને ધ્યાનમાં લેવા જરૂરી છે.

 

 

તાંબાના વાસણમાં રાખેલું પાણી પેટની સમસ્યાઓ નો રામબાણ ઈલાજ માનવામાં આવે છે જે લોકોને અવારનવાર ગેસ અપચો એસિડિટી જેવી સમસ્યાઓ થતી હોય તેમણે આ પાણી પીવું જોઈએ આ પાણીનો એવા તમામ ગુણ હોય છે જે નુકસાનકારક બેક્ટેરિયાને શરીરમાંથી ખતમ કરે છે તાંબાના વાસણનું પાણી આંતરડાની ગંદકીને પણ સાફ કરે છે આ સિવાય ત્વચા સંબંધિત સમસ્યાઓથી પણ બચાવે છે.


 

તાંબાના વાસણમાં રાખેલા પાણીને ચાર્ટ વોટર માનવામાં આવે છે જ્યારે કોઈ પણ વસ્તુને ચાર્જ કરવામાં આવે છે તો તેને અર્થી બચાવવા માટે જમીન પર રાખવામાં આવતી નથી આની અંબાણીને પણ લાગુ થાય છે તાંબાના વાસણને ક્યારેય જમીન પર રાખવું નહીં તેને લાકડાના સ્ટેન્ડ પર અથવા ટેબલ પર રાખવું જોઈએ. આમ કરવાથી જ પાણીનો પુરેપુરો લાભ મળશે આ સિવાય એકવાર પાણીનો ઉપયોગ કર્યા બાદ વાસણને સાફ કરવું પણ જરૂરી છે. તાંબા ના પાત્રમાં પાણી અને આઠથી દસ કલાક સુધી રાખવું જોઈએ તો જ તેનો લાભ થાય છે.

 

આ સમસ્યા હોય તો ન પીવું તાંબાના વાસણનું પાણી
 

- જે વ્યક્તિને અલ્સર કે એસિડિટીની સમસ્યા હોય તેમને આ પાણી પીવું જોઇએ નહીં કારણ કે આ પાણી ની તાસીર પણ ગરમ હોય છે જેના કારણે તમારી સમસ્યા વધી શકે છે.
 

- કિડની અથવા હાર્ટના દર્દીઓએ પણ ડોક્ટરની સલાહ લીધા પછી જ આ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

 

- તાંબાના વાસણમાં દૂધ કે અન્ય ખાટી વસ્તુઓ રાખી તેનો ઉપયોગ કરવો ન જોઈએ. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS