આઈપીએલમાં ચીનના સ્પોન્સરર સાથે સંબંધ તોડવા નેસ વાડીયા એ કરી હાકલ, કહ્યું આ ચીન પ્રીમિયર લીગ નથી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં ચાઇનીઝ એપ્લીકેશન હટાવવાનો નિર્ણય જાહેર થયા બાદ કિકેટ ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઈ સુપરકિંગ્સે પણ એકી અવાજે કહ્યું છે કે  IPLમાંથી ચીની કંપનીઓને હટાવવાનો નિર્ણય કરવામાં આવે. આ અંગે એક નેવેદનમાં નેસ વાડીયા એ એક નિવેદનમાં ણ જણાવ્યું છે કે આપણે દેશ માટે આઈપીએલમાં ચીનના સ્પોન્સર સાથે સંબંધ તોડવો પડશે. દેશ પહેલા આવે છે પૈસા પછી આવે છે. આ ઇન્ડિયન પ્રીમિયર લીગ છે, ચીન પ્રીમિયર લીગ નથી.

 


ગત દિવસોમાં  ગલવાન ઘાટીનાં ચીન દ્વાર થયેલી હિંસાના કારણે  ભારતમાં તેની સામે માહોલ ગરમ છે. સોમવારે ભારત સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. હવે મંગળવારે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના માલિક નેસ વાડિયાએ પણ ચીની કંપનીઓના સ્પોન્સર ખતમ કરવાની માંગણી કરી છે. ગલવાન ઘાટીમાં 15 જૂને 20 ભારતીય સૈનિકો શહીદ થયા પછી ચીનના ઉત્પાદનના બહિષ્કારની માંગણી સતત જોર પકડી રહી છે.

 

ગલવાન ઘાટીમાં થયેલી ઘટના પછી બીસીસીઆઈને ચીનની કંપનીઓ દ્વારા સ્પોન્સરની સમીક્ષા માટે આઈપીએલ સંચાલન પરિષદની બેઠક બોલાવવી પડી છે પણ જે હજુ સુધી થઈ શકી નથી. નેસ વાડિયાએ નિવેદનમાં  કહ્યું હતું કે આપણે દેશ માટે આઈપીએલમાં ચીનના સ્પોન્સર સાથે સંબંધ તોડવો પડશે.

 

દેશ પહેલા આવે છે પૈસા પછી આવે છે. આ ઇન્ડિયન પ્રીમિયર લીગ છે, ચીન પ્રીમિયર લીગ નથી. દેશના લોકોએ ઉદાહરણ રજુ કરવું જોઈએ અને રસ્તો બતાવવો જોઈએ પ્રારંભમાં સ્પોન્સર શોધવા મુશ્કેલ રહેશે પણ મને લાગે છે  કે સૌથી વધારે જરૂરી ભારતીય સ્પોન્સર છે. તેઓં ચીનનું  લઈ શકે છે. આપણે દેશ અને સરકારનું સન્માન કરવું જોઈએ અને સૌથી મહત્વપૂર્ણ સૈનિકો જે આપણા માટે જીવ જોખમમાં મુકે છે.ત્યારે દેશવાસીઓએ પણ દેશ દાઝ દર્શાવવી જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS