શું તમારી ત્વચા પર દાઝયાના નિશાન રહી ગયા છે, તો આ ઘરેલુ ઉપચાર કરો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આપણીત્વચા જ્યારે કોઈ કારણથી  દાઝી જાય છે, ત્યારે ઘણા પ્રકારના ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે. જેના દ્વારા જે તે સમયે દાઝ્યાના  ઘાવતો જતા રહે છે. પરંતુ તેના નિશાન લાંબા સમય સુધી રહી જાય છે. આ ડાઘા ચહેરા પર હોય તો વધારે ખરાબ લાગે છે.

 


 ઘણી વખત મહિલાઓને રસોઈ બનાવતી વખતે તેલના છાંટા ઊડે છે ત્યારે દાઝી જવાતું હોય છે, તો ઘણી વખત કેટલાક બાળકો પણ રમત રમતમાં પોતાને દઝાડી દેતા હોય છે. તમે આ રીતે દાઝી ગયા હોય તો મોંઘા ક્રીમની બદલે ઘરે જ કયા ઉપાય દ્વારા દાઝ્યાના નિશાન નિવારી શકો છો તે જાણીએ. 

 

ટમેટા અને લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન્સ એ ડાઘ અને ધાબા આછા કરવામાં મદદરૂપ થાય છે. ટમેટા અને લીંબુના રસને સપ્રમાણ માત્રામાં મિક્સ કરો જેના દ્વારા ત્વચા પર પડેલા દાઝના નિશાન જતા રહે છે. 

 


આવું ઓછામાં ઓછું બે સપ્તાહ સુધી કરો. પરંતુ આ ઉપાય કરતી વખતે યાદ રાખો કે તાજા ઘાવ પર તે લગાડવામાં ન આવે. 

 

નાળિયેર તેલ દાઝેલાના નિશાન ઉપર  લગાડવાની પરંપરા જૂના જમાનાથી ચાલી આવે છે. આ તેલ ત્વચા માટે ઘણું લાભકારક હોય છે. 

 


દાઝેલાના નિશાન પર તેનો નિયમિત વપરાશ કરવાથી નિશાન ઝાંખા થવા લાગે છે અને પછી જતા રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS