TikTok પર પ્રતિબંધ લાગ્યા પછી ફોટો શેરિંગ એપ instagramએ યુઝર્સ માટે રીલ્સ લોન્ચ કર્યું હતું જે આજે tiktok નો શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ રહ્યું છે. યૂઝર્સ દ્વારા આ ફિચરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. Instagram Reelsની વાત કરવામાં આવે તો તમે તેમાં શોર્ટ વીડિયો બનાવીને પોસ્ટ કરી શકો છો. તો હવે કંપનીએ સુવિધા આપવા માટે Instagram Reelsમાં Remix નામનો નવું ફીચર સામેલ કર્યો છે અને તે tiktokના લોકપ્રિય ફિચર Duetsને મળતો આવે છે. Remixની મદદથી હવે Instagram Reelsમાં એક યુઝર બીજા યુઝરના વિડીયોની બાજુમાં પોતાનો વિડીયો એડ કરી શકે છે.
Instagram Reelsમાં ઉમેર્યું Remix ફીચર :
Remix આ ફીચરની મદદથી કોઈ પણ યુઝરના વિડીયોની બાજુમાં તમે પોતાનો વિડીયો એડ કરી શકો છો. આ ફીચર મહદઅંશે TikTokના Duets ફીચર જેવું છે. Remixની ખાસિયત એ છે કે તેમાં યુઝર્સ મૌજુદ વીડિયોની સાથે નવો વીડિયો પણ રેકોર્ડ કરી શકે છે. આ ફીચરનો ઉપયોગ સામાન્ય રીતે રિએક્શન વીડિયો બનાવવા અથવા અન્ય કોઈ વિડીયો પર પોતાનો પ્રતિસાદ આપવા માટે કરી શકાય છે. કંપની આ ફિચરને વૈશ્વિક રીતે લોન્ચ કરી લીધું છે એટલે કે તે તમામ યુઝર્સ માટે ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે.
કેવી રીતે કરી શકાય Remix આ ફીચરનો ઉપયોગ :
જો તમે પણ Remix ફિચરનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેના માટે તમારે તમારું instagram account ઓપન કરવાનું રહેશે. જે પછી તમને અહીં દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરવાનું રહેશે અને પછી Rimix this reelsને સિલેક્ટ કરવાનું રહેશે. જે પછી તમે એક ફ્રેશ વિડીયો અપલોડ કરી શકો છો અથવા ફરી પોતાનો અન્ય જૂનો વિડિયો પણ તેમાં એડ કરી શકો છો. તમે વિડિયોનું બેકગ્રાઉન્ડ પણ બદલી શકો છો. આ ઉપરાંત તમે વિડીયો એડિટ કરીને વોઈસ ઓવર આપવાની સુવિધાનો ઉપયોગ પણ કરી શકો છો.
Attachments area
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230