' સિંઘમ 3 ' માં સિંઘમ તરીકે જોવા મળશે તમિલ ફિલ્મોનો આ જાણીતો વિલન...

  • July 21, 2021 06:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલ ફિલ્મોના જાણીતા અભિનેતા ઠાકુર અનુપ સિંઘે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તમે જો તમિલ સિંઘમ 3 જોઈ હશે તો તમે જોયું હશે કે, સુર્યા સર પોલીસ ઇન્સ્પેકટરના રોલમાં હતા. અને વિલનના કેરેક્તારમાં હું હતો. પરંતુ હવે હિન્દી રિમેકમાં સૂર્ય સરના કેરેક્ટરમાં હું જોવા મળીશ.

 

 

બોલીવુડ સિરીઝ  ' સિંઘમ' અને 'સિંઘમ રિટર્ન્સ'  ની અપાર સફળતા બાદ હવે ' સિંઘમ 3 '  ફિલ્મની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. અજય દેવગણ પહેલી બે ફિલ્મોમાં છે. સિંઘમના પાત્રમાં, અજયે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. હવે સિંઘમ 3 માં, ટોલીવુડના વિલન ઠાકુર અનૂપ સિંહ તેમનું સ્થાન લેશે. 

 

 

સિંઘમ 3 સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે -

 

 


મહાભારત અને સિંઘમમાં કામ કર્યા પછી, ઠાકુર અનૂપ સિંહ સિંઘમ 3 ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરશે. તમિલ સુપરહિટ ફિલ્મ ' સિંઘમ ' માં ઠાકુર અનૂપસિંહે અભિનેતા સૂર્યા વિરુદ્ધ વિલનની મુખ્ય ભૂમિકા ભજવી હતી.

 

 

ઠાકુર અનૂપસિંહે અનુભવ શેર કરતાં જણાવ્યું કે, ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, અને હું પણ આ ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સાહિત છું. જો ગુડ્ડુ ધનોઆ આ ફિલ્મનું દિગ્દર્શન કરવા જઇ રહ્યા છે તો તે ખરેખર હું ખુશકિસ્મત છું; કે જેમણે ઘણા મોટા કલાકારોને બોલીવુડમાં લોંચ કર્યા છે; તે મને પણ બોલીવુડમાં લોન્ચ કરશે.

 

 

સાઉથની ફિલ્મોમાં ભજવી વિલનની ભૂમિકા -

 

 

ઠાકુર અનૂપસિંહે વધુમાં જણાવ્યું છે કે, ' મેં મારી કારકિર્દીમાં જે સાઉથની ફિલ્મો કરી છે, તેમાં ફક્ત વિલનના પાત્રો જ ભજવ્યા છે,  તેથી તે પાત્રો કરતી વખતે મને લાગવા માંડ્યું કે હવે હું પણ હીરોની ભૂમિકા ભજવી શકું છું. જ્યારે લોકોએ મારો વિશ્વાસ જોવાની શરૂઆત કરી અને ત્યારબાદ મને હીરો તરીકે સિંઘમ 3 મળી. આ ફિલ્મે ખરેખર મારું નસીબ ખોલ્યું છે, કારણકે નિર્માતા જયંતીલાલ ગડાસરે પણ મારા પર ખુબ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ''

 

 

ફિલ્મના શૂટિંગ વિશે વાત કરતા ઠાકુર અનૂપસિંઘ કહે છે, " આ  ફિલ્મનું શૂટિંગ હવે શરૂ થશે. લોકડાઉનને કારણે આ ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું હતું. જોકે આ ફિલ્મનું શૂટિંગ 2019  ના અંતમાં અથવા 2020  ના પ્રારંભમાં થવાનું હતું. પરંતુ કોરોનાને કારણે આવું થઈ શક્યું નહીં; અને હવે તેનું શૂટિંગ ફરીથી શરૂ થશે. તેનું શૂટિંગ કઈ જગ્યાએ થશે, એ હજુ મને ખબર નથી. ''

 

 

તેની ટોલીવુડ કારકિર્દી વિશે વાત કરતા, ઠાકુર અનૂપસિંઘ કહે છે, " મેં મારી સખત મહેનતથી ટોલીવુડમાં સ્થાન બનાવ્યું છે. ભલે હું બોલીવુડમાં જાવ છું; પરંતુ હું ટોલીવુડથી દૂર જવાનું વિચારી શકતો નથી. જ્યાં લોકો મારી અભિનયને પસંદ કરે છે અને મને પ્રેમ કરે છે. ''


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application