આજી ડેમ ઓવરલો થવામાં દોઢ ફૂટનું છેટું

  • September 14, 2021 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં સચરાચર મેઘસવારી ફરી વળતા છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૮૧માંથી ૩૯ ડેમ ઓવરલો થયા છે અને ૫૧ ડેમમાં ૧થી ૧૬ ફટ સુધી નવા પાણીની આવક થઇ છે. રાજકોટનો મુખ્ય જળોત આજી–૧ ઓવરલો થવામાં ૧.૫૫ ફટનું અંતર રહ્યું છે, યારે રાજકોટ,ગોંડલ અને જેતપુરની જીવાદોરી ભાદર–૧ ઓવરલો થવામાં ૩.૮૦ ફટનું છેટું રહ્યું છે.

 


મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જળાશયોની આજે બપોરે માહિતી આપતા  જણાવ્યું હતું કે, ૨૯ ફટની ઐંડાઈ ધરાવતા આજી–૧ ડેમની જળ સપાટીમાં વધારો થતા હાલની પાણીની સપાટી ૨૭.૪૫ ફટે પહોંચી છે. યારે ૨૫ ફટ ઐંડાઈ ધરાવતા ન્યારી–૧ ડેમ પાણીની નવી આવકથી છલોછલ ભરાઈ ગયો છે અને વર્તમાન જળસ્તર ૨૫ ફટે પહોંચેલ છે. આ ઉપરાંત ૩૪ ફટની ઐંડાઈ ધરાવતા ભાદર–૧ ડેમમાં નવી જળ રાશી સાથે વર્તમાન સપાટી ૩૦.૨૦ ફટે પહોંચી છે. આજી–૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં જળ સપાટીમાં ૭.૬૫ ફટનો વધારો. ન્યારી–૧ ડેમમાં ૭.૭૧ ફૂટનો વધારો અને ભાદર–૧ ડેમમાં ૬.૧૦ ફટનો વધારો થયો હતો.

 


રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૩૯ ડેમ ઓવરલો થયા છે જેમાં ન્યારી–૧, લાલપરી, સસોઇ–૨,વાછપરી, આજી–૨, છાપરવાડી–૧, મચ્છુ–૩, ખોડપીપર, ડોંડી, સોડવદર,બંગાવડી, ઉન્ડ–૧, ફુલઝર, વર્તુ–૧, વિજરખી, પન્ના, ઉમિયાસાગર, પારેલ, ઉન્ડ–૨, કંકાવટી, સોનમતી, ફુલઝર કોબા, આજી–૪, ફોફળ–૨, સપડા, સોનમતી, ફુલઝર–૨, વાડીસંગ, ઉન્ડ–૩, કાબરકા, સોરઠી, ભાદર–૨, આજી–૩, મોજ, વેણુ–૨, ન્યારી–૨, વેરી, ફોફળનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS