ઇન્ડિયન આઇડોલ 12નો આ સ્પર્ધક થયો કોરોનાથી સંક્રમિત, શું શોનું શૂટિંગ થશે બંધ ?

  • April 07, 2021 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોની ટીવીનો સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલ 12 ના દર્શકો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ઇન્ડિયન આઇડોલના હરીફ પવનદીપ રાજન કોરોનાથી સંક્રમિત થયા છે. આદિત્ય નારાયણ કોરોના પોઝિટિવ પછી, ઇન્ડિયન આઇડોલના સેટ પર વધુ કાળજી લેવામાં આવી રહી છે, જેના કારણે આ તમામ સ્પર્ધકોનો કોરોના ટેસ્ટ દરરોજ કરવામાં આવી રહ્યો છે. હાલ હાથ ધરવામાં આવેલા પરીક્ષણ બાદ, પવનદીપ કોવિડ પોઝીટીવ આવતા તેમને આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યો હતો.

પવનદીપ કોરોનાથી સંક્રમિત થયા છે, સવાલ એ આવે છે કે તેની સાથે રહેતા તમામ સ્પર્ધકો ક્વોરેન્ટાઈન થશે કે પછી શુટિંગ ચાલુ રાખવામાં આવશે. ઈન્ડિયન આઇડોલના જજ હિમેશ રેશમિયા, નેહા કક્કર અને વિશાલ દદલાનીની પણ પણ દરરોજ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.  શોમાં આવતા દરેક ગેસ્ટને પણ સેફ્ટી પ્રોટોકોલમાંથી પસાર થવું પડે છે. ગયા અઠવાડિયે શોમાં મહેમાન તરીકે બોલિવૂડની અગ્રણી અભિનેત્રી રેખા જોવા મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application