1 ઓગસ્ટથી અમલમાં માસ્કના દંડ સાથે અમલમાં આવેલા ફેરફારની અસર થશે તમારા ખિસ્સા પર, જાણો હમણાં જ બદલાયેલા નિયમો વિશે

  • August 01, 2020 11:52 AM 1111 views

આજથી કોરોના અનલોક ૩.૦ની નવી માર્ગદર્શિકા લાગુ પડશે એટલું જ નહીં અન્ય ક્ષેત્રમાં પણ ફેરફારો થઈ રહ્યો છે જે સામાન્ય જનતાને લાગુ પડી રહ્યા છે. બેન્ક એકાઉન્ટ, ઈપીએફથી લઈને એલપીજી વગેરે સહિતમાં આજથી ફેરફાર થઈ રહ્યા છે જેની અસર તમારા ખીસ્સા ઉપર પડવાનું નિિત છે. આજથી શું શું ફેરફારો થઈ રહ્યો છે તેની વિગત અત્રે પ્રસ્તુત છે. ખાસ કરીને આજથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં માસ્ક નહીં પહેરવા બદલ ૫૦૦ રૂપિયાનો દડં ચૂકવવો પડશે.

 

  • હવેથી માસ્કનો દડં ૫૦૦ રૂપિયા

અત્યાર સુધી ગુજરાતના દરેક શહેર–ગામડાઓમાં માસ્ક નહીં પહેરવા બદલ ૨૦૦ રૂપિયાનો દડં વસૂલવામાં આવતો હતો પરંતુ હવે તેમાં ૩૦૦ રૂપિયાનો વધારો કરી દંડની રકમ ૫૦૦ કરવામાં આવી છે. આજથી ગુજરાતનું કોઈ પણ શહેર હોય કે ગામડું હોય માસ્ક પહેર્યા વગર પકડાશો એટલે રૂા.૫૦૦નો ચાંદલો કરવાનો રહેશે.

 

  • પીએફ ૧૨ ટકા કપાશે

આજથી ઈપીએફ ૧૨ ટકા કપાશે. આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ છૂટની મર્યાદા આજથી ખતમ થઈ રહી છે. મોદી સરકારે આ પેકેજ હેઠળ પીએફમાં માસિક યોગદાન ૨૪ ટકાથી ઘટાડીને ૨૦ ટકા કયુ હતું. મેમાં તેનું એલાન કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે લોકડાઉનમાં કારોબાર બધં છે એટલા માટે કંપની અને કર્મચારી બન્નેનું યોગદાન મે, જૂન અને જૂલાઈ–૨૦૨૦ માટે ૨૪થી ઘટાડીને ૨૦ ટકા કરવામાં આવ્યો છે.

 

  • એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ચાર્જ

જો તમે બેન્ક સંબંધિત કામ કરવા જઈ રહ્યા હોવ તો પહેલાં આ જાણકારી મેળવી લેજો. અનેક બેન્કોમાં આજથી મિનિમમ બેલેન્સની સીમા સાથે જોડાયેલા નિયમો બદલાઈ રહ્યા છે. એકિસસ અને કોટક બેન્કના બેન્કીંગ નિયમોમાં આજથી ફેરફારો થઈ રહ્યા છે. બીજી બાજુ અન્ય બેન્કો રોકડ કાઢવા પર ચાર્જ વસૂલવાની તૈયારી પણ કરી રહી છે.

 

  • ગેસ સિલીન્ડરની કિંમતમાં ફેરફાર

દર મહિનાની પહેલી તારીખે રાંધણગેસ એટલે કે એલપીજી સિલીન્ડરની કિંમતમાં ફેરફાર આવે છે. છેલ્લા બે મહિનાથી કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટમાં એલપીજીની કિંમત વધશે કે ઘટશે તે આજે ખબર પડી જશે.

 

  • વડાપ્રધાન ખેડૂત યોજનાનો હો જમા થશે

વડાપ્રધાન ખેડઊત યોજના હેઠળ આજથી ખેડૂતોના ખાતામાં સરકાર ૨૦૦૦ રૂપિયાનો છઠ્ઠો હો જમા કરાવશે. સરકારે યોજનાની શરૂઆતથી લઈને આજ સુધી દેશના ૯.૮૫ કરોડ ખેડૂતોને રોકડનો લાભ પહોંચાડયો છે. એક વર્ષમાં આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં ૬૦૦૦ રૂપિયા જમા કરાવવામાં આવે છે.

 

  • ગાડી–બાઈકની વીમાખરીદીમાં રાહત

આજથી કાર અને બાઈક સાથે જોડાયેલા વીમા નિયમો બદલાવા જઈ રહ્યા છે. ઈરડાના નિર્દેશો અનુસાર ૧ ઓગસ્ટથી ગાડી ખરીદતી વેળાએ કાર માટે ત્રણ વર્ષ અને બાઈક માટે પાંચ વર્ષનો થર્ડ પાર્ટી કવર વીમો લેવો ફરજિયાત નહીં રહે. આ રાહત બાદ નવું વાહન ખરીદવું સસ્તું બનશે.

 

  • ઈ–કોમર્સ કંપનીઓ માટે નવા નિયમ

આજથી ઈ–કોમર્સ કંપનીઓએ એ જણાવવું જરૂરી બની જશે કે તે જે ઉત્પાદનનું વેચાણ કરી રહી છે તે કયાં બનેલું છે. નવા ગ્રાહક કાયદામાં ઈ–કોમર્સ કંપનીઓને લઈને આ સખ્તાઈ દાખવવામાં આવી છે જેના કારણે દેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application