ગઈકાલે ભારતીય ટીમે ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડને આસાનીથી હરાવ્યું, બેન સ્ટોક્સની ટીમને એક ઇનિંગ્સ અને 64 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત બાદ ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, ODI અને T20માં ટોપ પર બની ગઈ છે. હવે ભારત 122 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર છે. ODI રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા 121 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે T20 ફોર્મેટમાં તે 266 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-1 ટીમ છે.
આ સિવાય જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બોલર છે. જસપ્રીત બુમરાહ 867 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે. રવિ અશ્વિન 846 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ભારત-ઈંગ્લેન્ડની ધર્મશાલા ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર હતું, પરંતુ હવે ટીમ ઈન્ડિયાએ કાંગારૂઓને પાછળ છોડી દીધા છે. ઓસ્ટ્રેલિયા 117 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ પછી ન્યુઝીલેન્ડ 111 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે. કેન વિલિયમસન 870 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે. આ પછી ઈંગ્લેન્ડનો જો રૂટ 799 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 789 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-3 બેટ્સમેન છે. ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ ટોપ-10માં છે. વિરાટ કોહલી 744 રેટિંગ પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. જ્યારે યશસ્વી જયસ્વાલ 727 રેટિંગ પોઈન્ટ સાથે દસમા સ્થાને છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 720 રેટિંગ પોઈન્ટ સાથે 11માં નંબર પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech