ત્રીજી લહેરની ચેતવણી, 24 કલાકમાં નોંધાયા 41,000થી વધુ કેસ, 450 લોકોએ ગુમાવ્યો જીવ

  • September 01, 2021 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેરળમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ત્રીજી લહેરની ચેતવણીઓ સાચી સાબિત થવા લાગી છે. દરરોજ કોરોનાનો વધતો ગ્રાફ હવે દેશની ચિંતામાં વધારો કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કેરળમાં કોરોનાના 30,203 નવા કેસ નોંધાયા છે.

 

આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 41 હજાર 965 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 460 દર્દીઓના મોત થયા છે. નવા કોરોનાના કેસ સાથે હવે દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 3 કરોડ 28 લાખ 10 હજાર 845 થઈ ગઈ છે.

 

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર , દેશમાં કોરોનાના 3 લાખ 78 હજાર 181 એક્ટિવ કેસ છે, જ્યારે 3 કરોડ 19 લાખ 93 હજાર 644 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે ગયા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 39 હજાર 20 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં દેશમાં 63,09,17,927 લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 73,85,866 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021