મંગલ મંદિર ખુલશે...  ચૂકી ના જતા આ બાબતનું ધ્યાન રાખવાનું

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભક્તો માટે મંદિરોના દરવાજા તુરતમાં ખુલવા જઈ રહ્યા છે કોરોનાવાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. એવામાં મંદિર જતી  વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. નિયમોનું પાલન ન કરવા પર સંક્રમણનો ખતરો વધી શકે છે.

 

અનલોકના પહેલા ચરણમાં 8 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખોલી દેવામાં આવશે. મંદિરો તરફથી અલાયદા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ સ્વબચાવ ની જવાબદારી આપણે જ કરવી પડશે. જો તમે પણ લોકડાઉન પૂર્ણ થયા બાદ મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છો તો ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે. 

 

 ઘરની બહાર નીકળતી વખતે માસ્ક જરૂર પહેરો મંદિરોમાં ભીડ હોવી એ સામાન્ય બાબત છે એવામાં પોતાની સાથે અન્યની સુરક્ષા પણ આપણી જવાબદારી છે માસ્ક પહેરવાથી તમે કોરોના સંક્રમણથી બચી શકો છો.

 


મંદિર પ્રશાસન તરફથી સામાજિક દુરીનો પૂર્ણ ખ્યાલ રાખવાની તૈયારી બતાવવામાં આવી છે, પરંતુ આપણે પોતે પણ તેનું ધ્યાન રાખવું પડશે મંદિરના દર્શન ની લાઈનમાં ઉભા રહેતી વખતે આગળ આવી વ્યક્તિથી ઉચિત દૂરી બનાવીને રાખવી જોઈએ દર્શન માટે પોતાનો વારો આવે ત્યાં સુધી ધૈર્ય પૂર્વક રાહ જોવી પડશે.

 

મંદિરોમાં સાફ-સફાઈ નો પૂર્ણ ધ્યાન રાખવામાં આવશે, પરંતુ વાઇરસ ક્યારે ક્યાં આવી જાય તે કહી શકાય નહીં મંદિર પરિસરની કોઈ પણ વસ્તુને તમારે અડવાથી બચવું જોઇએ તેમ જ ભગવાનની મૂર્તિઓને પણ હાથ અડાડવા જોઈએ નહીં, અને મૂર્તિઓને ભોગ ધરાવવા પણ ન જોઈએ ભગવાનના દર્શન કરવા પરંતુ સુરક્ષાનો પૂરતો ખ્યાલ રાખવો જોઈએ.

 

કોરોનાથી બચવા માટે વારેવારે હાથ ધોવાની સલાહ આપવામાં આવી રહી છે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં તેની અસરથી હાથને સારી રીતે સાફ કરો અને ઘરે આવ્યા બાદ હાથને સાબુથી સારી રીતે ધોઈ લો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS