ડાયાબિટીસના દર્દીઓએ બ્રેડ ખરીદતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, જાણો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ડાયાબિટીસની બીમારીનું મુખ્ય કારણ ખોટી ખાનપાન ની આદત અને જીવનશૈલી રહેલી હોય છે. આ બીમારીના કારણે દુનિયાના કરોડો લોકો હેરાન પરેશાન છે. ભારતમાંતો ડાયાબિટીસની માત્ર એટલા વધારે પ્રમાણમાં છે કે તેને ડાયાબિટીસની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ બીમારીથી બચવા માટે તમારે ખાવાપીવામાં વિશેષ પરેજી પાળવી જોઈએ

 

ડાયાબિટીસના દર્દીઓ પોતાના ડાયટમાં પ્રોટીન ફાઇબર સિવાય અન્ય પોષક તત્ત્વોનો સમાવેશ કરે તેવી સલાહ આપવામાં આવે છે.આ સિવાય પ્રોસેસ અને ખાંડ ધરાવતા ખાદ્ય પદાર્થોનું સેવન નહિવત પ્રમાણમાં કરવું જોઈએ.

 

વર્તમાનની ભાગદોડવાળી જીવનશૈલીમાં રેડી ટુ ઇટ જેવા ખોરાકનો ચલણ ખૂબ વધી ગયું છે બ્રેડ પણ તેમાંથી એક છે. હાલ બ્રેડ આપણા ખોરાકનો એક ભાગ બની ગયો છે. તેમજ બીપી તેની કિંમત ઓછી હોય પેટ ભરવા ના સરળ વિકલ્પોમાંથી એક છે.

 

 સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બ્રેડના ઘણા બધા વિકલ્પો હાલ મળી રહે છે. આ લેખના માધ્યમથી જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓએ બ્રેડ ખરીદતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.


બ્રેડ ખરીદતી વખતે મોટાભાગે લોકો ભૂલ કરી બેસે છે, ગ્લુટેન ફ્રી બ્રેડ ખરીદતી વખતે લોકો તેમાં રહેલા કાર્બન બિલકુલ ધ્યાન આપતા નથી, પરંતુ આ ધારણા ખોટી છે, ગ્લુટેનનો અર્થ ફાઇબર થતો નથી જો તમે ગ્લુટેન ખાવા માટે ટેવાયેલા નથી, તો આ પ્રકારની બેડ થી દૂર રહેવું જ બહેતર રહેશે.

 

ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ખોરાકમાં ફાઈબરની માત્રા પર ધ્યાન આપવું જોઈએ મલ્ટીગ્રેઇન બ્રેડ માં ફાઈબરની માત્રા વધારે હોતી નથી તેમાં માત્ર અનાજની માત્રા વધારે હોય છે.

 

એનરિચ બ્રેડ તમને જોવામાં ખૂબ જ સારી લાગે છે પરંતુ તે સ્વાસ્થ્યવર્ધક હોતી નથી આ બ્રેડ રિફાઇન્ડ કરેલી હોય શરીફાઈ પ્રોસેસ દરમિયાન તેમાંથી બધા જ વિટામિન અને મિનરલ્સ પણ નીકળી જતા હોય છે જેના કારણે તે હેલ્ધી કહી શકાતી નથી.

 

ડાયાબિટીસના દર્દીઓ માટે આખા ઘઉં માંથી બનેલી બ્રેડ લાભકારક હોય છે હાઈફાઈ ગુણોથી ભરપૂર આ બ્રેડના સેવનના કારણે પેટ લાંબા  સમય સુધી ભરેલું રહે છે, જો તમે ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખવા માંગતા હોય તો આ બ્રેડ તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS