આ ત્રણ રાશિના જાતકો પર હંમેશા શનિદેવની કૃપાદ્રષ્ટિ રહે છે

  • June 29, 2020 09:05 AM 348 views

 

 શનિદેવ જે વ્યક્તિને જેટલું કષ્ટ આપે છે, તેટલો જ માલામાલ અને સુખી પણ બનાવે છે. શનિની કુદૃષ્ટિ પડતાંજ વ્યક્તિના બનતા કામ પડવા લાગે છે, અને તેને દરેક પ્રકારની બીમારીઓ ઘેરવા લાગે છે, જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે એવું ત્યારે થાય છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં શનિ અશુભ ભાવમાં આવીને બેસી ગયો હોય કે પછી ખરાબ કર્મોનું પરિણામ હોઈ શકે છે. જ્યારે શનિની શુભેદ્રષ્ટિ પડવા માત્રથી જ વ્યક્તિ થોડા પ્રયાસ કરવાથી દરેક કાર્ય કરવામાં સફળતા મળવા માંડે છે.

 

 શનિને તમામ ગ્રહોમાં ન્યાય પતિનો  દરજ્જો આપવામાં આવ્યો છે, એટલે કે વ્યક્તિના કર્મ પ્રમાણે તે ફળ આપે છે જો કોઈની કુંડળીમાં શનિ અશુભ ભાવમાં હોય પરંતુ વ્યક્તિના કર્મ સારા હોય તો આ સ્થિતિમાં શનિની કુદ્રષ્ટિ પડતી નથી. 12 રાશિઓમાંથી ત્રણ રાશિઓ એવી છે કે જેના પર શનિદેવની કૃપા જીવન પર બની રહે છે. આ કારણે આ રાશિના જાતકો હંમેશા મહેનત અને સારા કર્મ પર વિશ્વાસ કરે છે ,જેથી તેમને શનિદેવનો આશીર્વાદ મળતો રહે છે. ચાલો જાણીએ આખરે એવી કઈ ત્રણ રાશિઓ છે જેના પર શનિદેવની શુભ દ્રષ્ટિ કાયમ રહે છે.

 

 તુલા રાશિ 

 

ક્રમ મુજબ  આ રાશિ સાતમી આવે છે, આ રાશિ શનિદેવની પ્રિય રાશિમાંથી એક છે, આ રાશિના સ્વામી શુક્ર દેવ છે,આ રાશિના જાતક કર્મઠ અને ઇમાનદાર હોય છે, તેઓ ઘણા પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વના સ્વામી હોય છે. આ રાશિ પર શનિ હંમેશા પ્રસન્ન રહે છે. કર્મઠ સ્વભાવના કારણે શનિદેવ તેમના પર વિશેષ કૃપા વરસાવે છે, શનિની કૃપા થવાના કારણે આ રાશિનું ભાગ્ય હંમેશા સાથ આપે છે, જ્યારે આ રાશિનો સ્વામી શુક્ર હોવાના કારણે તેમનું જીવન સુખ સંપન્નતા અને વિલાસિતા પૂર્વક વીતે છે ,આ રાશિના લોકોએ શનિદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ.


 કુંભ રાશિ

 

 આ રાશિના જાતકો પર પણ શનિદેવની શુભેચ્છાઓ હંમેશા તેમની સાથે રહે છે, આ રાશિના સ્વામી પણ શનિ દેવ છે આ કારણે શનિ આ રાશિ પર હંમેશાં શુભ દ્રષ્ટિ રાખે છે, જેના કારણે શનિદેવ આ રાશિ પર પ્રસન્ન રહે છે. અને જીવનને હમેશા કષ્ટ રહિત બનાવવા માટે જાતકની મદદ કરે છે, આ રાશિના જાતકો ગરીબ અને અસહાયની મદદ કરવા માટે તત્પર રહે છે તેના કારણે શનિદેવા રાશિ પર પ્રસન્ન થાય છે, અને જીવનને હમેશા કષ્ટભંજન બનાવવા માટે જાતકની મદદ કરે છે, આ રાશિના જાતક ઘણા ધનવાન તેમજ માન-સન્માનને પ્રાપ્ત કરનાર હોય છે.

 

 મકર રાશિ

 

 શનિદેવ બે રાશિઓના સ્વામી હોય છે, એક કુંભ રાશિ અને બીજી મકર રાશિ, આ રાશિના જાતક પર શનિદેવની કૃપા વરસે છે, જે કારણે જીવનમાં દરેક પ્રકારના સુખ પ્રાપ્ત કરી શકે છે મકર રાશિના જાતકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે, તેમનું કોઈ પણ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થઈ જાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application