ગુરુવારે ન કરવા જોઈએ આ કામ, કરવાથી થાય છે ધનહાનિ

  • May 04, 2021 09:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દુ ધર્મમાં ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ તેના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જેઓ શ્રદ્ધાથી તેમની પૂજા કરે છે તેમની જીવનની બધી સમસ્યાઓથી મુક્તિ મળે છે. ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર ખૂબ પસંદ છે તેથી ગુરુવારે પીળા વસ્ત્ર પહેરવા લાભકારી માનવામાં આવે છે.  આ ઉપરાંત ગુરુવારે કેટલાક કાર્ય કરવાનું ટાળવું જોઈએ. 

 

 

કેળાનું સેવન ન કરો


મોટા ભાગના લોકો જાણતા નથી હોતા કે ગુરુવારે કેળાનું સેવન ન કરવું જોઈએ. હિન્દુ ધર્મ અનુસાર કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગુરુવારે તેની પૂજા કરવી જોઈએ અને કેળાનું સેવન પણ ન કરવું જોઈએ. 

 


પીળી વસ્તુઓનું દાન કરો


ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ જરૂરીયાતમંદને પીળા કાપડ, દાળ અથવા કેળા દાન કરવાથી લાભ થાય છે. 

 

 


ખીચડી અને ભાતનું સેવન ન કરો


ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી ખીચડી અને ભાત ખાવાની ભૂલ કરશો નહીં. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભાત અથવા ખીચડીનું સેવન કરવાથી આર્થિક રીતે ખોટ થાય છે. 

 

 

ગાયને રોટલી ખવડાવો 


ગુરુવારે ગાયને રોટલી અને ગોળ ખવડાવવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.  

 

 

વાળ અને નખ ન કાપવા


ગુરુવારે વાળ અને નખ પણ કાપવા જોઈએ નહીં. આમ કરવાથી ધનહાનિ અને ઘરમાં ક્લેશ થાય છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS