2021માં ખુબ લોકપ્રિય બની આ દસ સ્માર્ટફોન ગેમ્સ 

  • August 16, 2021 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2021નું અડધું વર્ષ પૂર્ણ થઈ ગયું છે. આ વર્ષના 6 મહિનામાં મોબાઇલ ગેમિંગ ઉદ્યોગ ખૂબ સારો રહ્યો છે.  મોબાઇલ ડેટા અને એનાલિટિક્સ પૂરી પાડતી એપ 'Annie' દ્વારા છેલ્લા બહાર પડેલા અહેવાલ મુજબ, 2021માં મોબાઈલ ગેમિંગની અવાક 10 કરોડને પાર કરી ગઈ છે. મોબાઈલ ગેમ ડાઉનલોડ કરવાની બાબતમાં ભારત હાલમાં વિશ્વમાં સૌથી ટોપ પર છે. 2021ના ​​પહેલા 6 મહિના દરમિયાન એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સે સૌથી વધુ રમાતી 10 સ્માર્ટફોન ગેમ્સના નામ અહીં આપ્યા છે.

 

PUBG મોબાઇલ

 

આ ગેમ બેટલ રોયલ મોડમાં એક સાથે 100 લોકોને રમવા દે છે. PUBG 4v4 ટીમ ડેથમેચ મોડ, ઝોમ્બી મોડ સાથે બીજી ઘણી સુવિધા આપે છે. 

 

Honour of Kings 

 

આ રમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખુબ વધુ પ્રચલિત થઈ છે.  આ એક મલ્ટિપ્લેયર ઓનલાઈન બેટલ એરેના (MOBA) ગેમ છે.

 

Among Us 

 

Among Us રમત ઇનર્સલોથ દ્વારા બનાવવામાં આવી છે. 4થી 10 ખેલાડીઓ આ રમત રમી શકે છે. રમતમાં  એક સ્પેસશીપ પર 10 ક્રૂ મેમ્બર્સ ફસાયેલા છે. તમારે તેની મદદ કરવાની છે. 

 

Candy Crush Saga

 

આ રમત સૌથી વધુ લોકપ્રિય છે. નાના બાળકથી લઈ નિવૃત લોકો સુધી બધા આ રમત રમતા જોવા મળે છે.  આ રમત એકલા અથવા મિત્રો સાથે રમી શકાય છે.

 

ROBLOX 

 

આ રમત ક્રોસ-પ્લેટફોર્મ સપોર્ટ સાથે આવે છે. આ રમત રમવા માટે કમ્પ્યુટર, મોબાઇલ ડિવાઇસ, એક્સબોક્સ વન અથવા વીઆર હેડસેટના માધ્યમની જરૂર પડે છે.

 

Free Fire

 

આ એક શૂટર ગેમ છે, જે 10 મિનિટની અંદર આ રમત પુરી કરવાની હોય છે. 


 

Ludo King   

 

લુડો કિંગ રમત ખુબ જ લોકપ્રિય છે. આ રમત તમે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે રમી શકો છો.

 

Game For Peace

 

Game For Peaceએ  PUBG મોબાઇલિંગ ગેમનું ચાઇનીઝ વર્ઝન છે. તેમાં PUBGની સાપેક્ષ બીજા અન્ય નાના મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 

 

Minecraft Pocket Edition

 

આ મલ્ટિપ્લેયર ગેમ ખેલાડીને એક પ્લેટફોર્મ બનાવી 10 લોકોને રમવાની છૂટ આપે છે. આ રમતમાં ખેલાડીને ઘર, મહેલ બનાવવાનું હોય છે.  

 

Call of Duty: Mobile

 

આ રમત મલ્ટિપ્લેયર મેપ અને મોડ સાથે આવે છે. જેમાં 100 પ્લેયર બેટલ રોયલ બેટલગ્રાઉન્ડ્સ અને 5v5 ટીમ ડેથમેચને સપોર્ટ કરે છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021