વિટામીન એફ એટલે શું ? ન લેવાથી શું સમસ્યા થાય, શું આરોગવાથી કમી થશે દુર

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વિટામિન એ, બી અને સી વિશે તો અત્યાર  સુધી ઘણી વખત તમે સાંભળ્યું હશે પરંતુ એક વિટામિન એવું છે કે જેને વિશે સાંભળીને તમને નવાઈ લાગશે. આ વિટામિનનું નામ વિટામિન એફ છે. જે શરીરમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં  લીનોલિક અને લીનોલેનીડ એસિડ પણ હોય છે, જે શરીરને આવશ્યક પોષક તત્વો પૂરાં પાડે છે. વિટામીન એફ  આપણા મન અને મગજને કાર્ય કરવામાં સુચારુ રૂપે મદદગાર થાય છે.વર્ષ 1920માં વૈજ્ઞાનિકોએ ફ્રી ડાયટની શોધ કરી હતી ત્યારે આ વિટામિન એફ મળી આવ્યું હતું.

 

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે લીનોલેનીક એસિડ અને લીનોલીક એસિડના એક ગ્રામમાં નવ કેલરી હોય છે. જેના વડે શરીરની અંદર પોષકતત્વો મળી રહે છે.. જેના દ્વારા શરીરના મહત્વપૂર્ણ અંગોને લાભ મળે છે.

 

વિટામિનએફના ફાયદાઓ

 

વિટામીન એફ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.

 

બ્લડ ક્લોટિંગમાં મદદરૂપ થાય છે.

 

સાંધાના સોજા ઓછા થાય છે.

 

હ્રદય રોગના ખતરાને ઘટાડે છે.

 

તનાવ અને મગજ સંબંધિત અનેક સમસ્યામાં મદદ કરે છે.

 

વિટામીન એફની કમી થી કઈ સમસ્યાઓ થાય છે

 

ત્વચા સુકી  થઈ જાય છે

 

વાળ ખરવાનું કે ઉતરવાનું શરુ થઇ જાય છે.

 

બાળકોનો યોગ્ય વિકાસ થતો નથી.

 

મગજના વિકાસમાં સમસ્યા આવે છે.


વિટામીન એફ કયા ખોરાક માંથી મળે છે


સોયાબીનના સેવનથી વિટામિન એફની  ઉણપ ઓછી કરી શકાય છે અને એક ચમચી સોયાબિન ઓઇલમાં સાત ગ્રામ લીનોલિક એસિડ હોય છે.

 

તકમરીયા દ્વારા પણ તેની કમી નિવારી શકાય છે તમારામાં ૫ ગ્રામ માં એક અંશ લીનોલેનીક એસિડ હોય છે

 

મકાઈના તેલમાં પણ વિટામિન એપ હોય છે

 

બદામમાં 3.5 ગ્રામ લીનોલિક એસિડ પ્રતિ અંશ હોય છે જ્યારે ઇંડા માછલી અને મિનિટમાં પણ લીનોલેનીક એસિડ અને લીનોલીક એસિડ મળી આવે છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS