સિંદૂરના આ ઉપાય ઘરના વાસ્તુ દોષ કરશે દૂર, અજમાવી જુઓ એકવાર

  • April 30, 2021 09:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધાર્મિક દ્રષ્ટિએ સિંદૂરનું વિશેષ મહત્વ છે એ વાત આપણે સૌ જાણીએ છીએ. તેનો ઉપયોગ પૂજામાં વિશેષ રીતે થાય છે. તો બીજી તરફ તે મહિલાઓ પણ તેમના શ્રૃંગારમાં તેનો ઉપયોગ કરે છે. એવું માનવામાં આવે છે કે સેથામાં સિંદૂર લગાવવાથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે સિંદૂર ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરી શકે છે ? આ માટે કેટલાક સામાન્ય ઉપાય કરવાના હોય છે. 

 

 

1. સૂર્યદેવને દરરોજ અર્ઘ્ય ચઢાવો તે  આ પાણીમાં લાલ સિંદૂર મિક્સ કરો. ત્યારપછી લાલ સિંદૂરથી ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવો. આમ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે.  

 

2. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેલમાં થોડું સિંદૂર ઉમેરી અને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો. 40 દિવસ સુધી આ સતત કરો. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે.

 

3. જો ઘરમાંથી બીમારી જવાનું નામ ન લેતી હોય તો હનુમાનજીને પાંચ મંગળવાર અને શનિવારે સિંદૂર ચઢાવો.  

 

4. જો ઘરની કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડતી હોય તો દર્દી ઉપરથી સાત વાર સિંદૂર ઉતારી અને તેને વહેતા પાણીમાં વહાવી દેવું.  

 

5. ઘરમાંથી ક્લેશ દૂર કરવા માટે ઘરના મુખ્ય દરવાજા ઉપર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો અને તેને રોજ સિંદૂર ચઢાવો. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS