ઉંમર સાથે ઢીલી પડતી ત્વચામાં મદદરૂપ થશે આ કુદરતી ઉપચારો

  • September 10, 2021 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૃદ્ધાવસ્થા જીવનનો જ એક હિસ્સો છે. દરેકને તેનો સામનો કરવો જ પડે છે. કેટલાક લોકો એજિંગનાં લક્ષણોને લીધે ખૂબ જ પરેશાન હોય છે. વૃદ્ધાવસ્થામાં ચામડી ઢીલી પડી જાય છે અને કરચલી દેખાવા લાગે છે. વધતી ઉંમરને રોકી તો ન શકાય પણ તેની શરૂઆતને ધીમી કરી શકાય છે. 

 

1) નાળિયેર તેલ :

 

નારિયલ તેલને ચેહરા અને ગરદન પર લગાવી માલિશ કરો. તેને આખી રાત રહેવા દેવું. નાળિયેરનું તેલ તમારી ત્વચામાં અંદર સુધી જાય છે અને અંદરથી પોષણ અને હાઈડ્રેટ કરે છે. તે ફ્રી રેડિકલને સમાપ્ત કરે છે, ત્વચાની સમસ્યાઓ અને વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને ધીમી કરે છે. 

 

2) કોફી :

 

ત્વચાને કસવા માટે કોફી ઉત્તમ ઉપચાર છે. તમે કોફી નારિયલ તેલ, ખાંડ અને હુંફાળા ગરમ પાણી સાથે મેળવીને ચહેરા પર લગાવો. તે ચામડીથી હાઈડ્રેટ કરવાની સાથે અને ફેટને હટાવવામાં મદદરૂપ થાય છે. તે એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર છે, જે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે. બીજી બાજુ ખાંડ અને કોફી ચામડીને એક્સફોલિયેટ કરવામાં કારગર છે

 

3) એલોવેરા જેલ :

 

ત્વચા માટે વરદાન છે એલોવેરા જેલ. તેના ઉપોગથી અનેક ફાયદા થઈ શકે છે. આ જેલને દિવસમાં એક વખત લગાવવાથી ત્વચાને ઠંડક, પોષણ અને સુરક્ષા મળે છે. એલોવેરા જેલમાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જે કે ઉંમર વધવાની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS