બોલિવૂડની આ 5 ફિલ્મો જે તમને તમારા મનપસંદ શિક્ષકની અપાવશે યાદ

  • September 04, 2023 07:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીચર્સ ડે વર્ષે 5મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ દરેક એવા શિક્ષકો અથવા ગુરુઓને સમર્પિત છે જેઓ તેમના વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને વર્ષ 1962માં પ્રથમ વખત શિક્ષક દિવસની ઉજવણી કરી હતી. આ અવસર પર, બોલીવુડની કેટલીક એવી ફિલ્મો કે જેમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના પ્રેમભર્યા સંબંધો દર્શાવવામાં આવ્યા છે....

તારે જમીન પર
આ ફિલ્મે રીલીઝ થતાની સાથે જ બાળકો તથા યુવાઓમાં એક અલગ છાપ છોડી દીધી હતી. આમિર ખાન અને દર્શિલ સફારી અભિનીત, તારે જમીન પર એ બેસ્ટ હિન્દી ફિલ્મોમાંની એક છે જે ડિસ્લેક્સિયા અને ભારતીય માતા-પિતા કેવી રીતે આ સ્થિતિનો સામનો કરે છે તે વિશે વાત કરે છે. આ ફિલ્મ ઈશાનની વાર્તા છે જેને સ્કૂલમાં ખરાબ પ્રદર્શન બાદ બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવે છે.

હિચકી 

ટોરેટ સિન્ડ્રોમ ધરાવતી મહિલાને શહેરની એક ભદ્ર શાળામાં શિક્ષણની નોકરી મળે છે. હિચકી એક શિક્ષકની વાર્તા છે જે તેની નબળાઈને તેની સૌથી મોટી શક્તિમાં ફેરવે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ બ્રાડ કોહેનની નવલકથા ફ્રન્ટ ઑફ ધ ક્લાસ પર આધારિત છે અને તેમાં રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં છે.

સુપર 30

બિહારના ફેમસ ગણિતશાસ્ત્રી આનંદ કુમારના જીવન પર આધારિત સુપર 30માં હૃતિક રોશન અને મૃણાલ ઠાકુરે અભિનય કર્યો છે. આ ફિલ્મ આનંદ કુમારની વાર્તા છે જે પડકારો સામે લડે છે અને પટનામાં ITT માટે 30 વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત, સુપર 30 2019 માં સિલ્વર સ્ક્રીન પર આવી હતી.

છલાંગ 

રાજકુમાર રાવ અભિનીત, છલાંગ એક આળસુ PT શિક્ષકની વાર્તા છે. જો કે, એક નવો શિક્ષક તેની નોકરીને પડકારે છે અને તેને પ્રેમ કરતી છોકરીને લઈ જવાની ધમકી આપે છે. છલાંગ હવે એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં કોમેડી અને અનેક સંદેશાઓ યુવા વર્ગને મળે છે.

ચક ડે ઇન્ડિયા 

ભૂતપૂર્વ હોકી સ્ટાર પર પોતાના દેશ સાથે દગો કરવાનો આરોપ છે. જો કે, પોતાની વફાદારી પુરવાર કરવા માટે તેણે ભારતીય મહિલા રાષ્ટ્રીય હોકી ટીમના કોચ બનાવવાનું નક્કી કર્યું. કબીર ખાન તરીકે શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ 2007 માં રિલીઝ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application