ધરતીની આ 10 જગ્યાઓ, જ્યાં ક્યારેય પણ વરસાદ અટકતો નથી... 

  • July 21, 2021 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધરતીની આ 10 જગ્યાઓ, જ્યાં ક્યારેય પણ વરસાદ અટકતો નથી... 

 

 

વરસાદની ઋતુને રોમાંસ અને કુદરતી સુંદરતાની ઋતુ માનવામાં આવે છે. ખુબસુરત રેઇનફોલ જોવા માટે પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ ઉમટે છે. પરંતુ શું તમે જાણો છો કે, દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે કે, જ્યાં વરસાદ ક્યારેય અટકતો જ નથી. અહીંયા જાણો વિશ્વની એ 10 જગ્યાઓ વિષે. 
 


વિશ્વના સૌથી વધુ વરસાદ પડતા હોય તેવા સ્થળોમાં ભારતની બે જગ્યાઓ પણ સામેલ છે. 

 

 

1) એમી શાન, સિચુઆન પ્રાંત ( ચીન ) - માઉંટ એમી બોદ્ધ ધર્મના ચાર પવિત્ર પર્વતોમાંનો સૌથી ઉંચો પર્વત છે. ચીનમાં સૌથી વધુ વરસાદ આ જગ્યાએ પડે છે. વર્ષાઋતુમાં અહીંયા ડબલ લેયર બને છે, જેથી 8169 mm પ્રતિવર્ષ વરસાદ પડે છે. 

 

 

2) કુકુઈ, મોઈ ( હવાઈ, યુ.એસ. ) - હવાઈમાં સ્થિત પૂ કુકુઈ પર્વત પર પ્રતિવર્ષ 9293 mm વરસાદ પડે છે. યુ.એસ. ના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં પણ તે સામેલ છે. 

 

 

3) મૈટ વાઈયાલીલે, કોઆઈ ( હવાઈ, યુ. એસ. ) - હવાઈના મૈટ વાઈયાલીલે ખાતે સુષુપ્ત જ્વાળામુખી છે. ત્યાં સપાટી અત્યંત જોખમી અને લપસણી છે, જેથી બહુ ઓછા લોકો ત્યાં પંહોચી શક્યા છે. ત્યાં પ્રતિવર્ષ 9763 mm વરસાદ પડે છે. 

 

 

4) બિગ બોગ, મોઈ ( હવાઈ, યુ. એસ.) - બિગ બોગ પ્રવાસીઓમાં લોકપ્રિય જગ્યા છે. આ જગ્યા પર ખુબ ગહન જંગલો અને ઝરણાં આવેલા છે. ત્યાં પ્રતિવર્ષ 10,272 mm વરસાદ પડે છે.

 

 

5) ડેબુન્ડસ્ચા, કૈમરૂન ( આફ્રિકા ) - ડેબુન્ડસ્ચા નામનું ગામ કૈમરૂન પર્વતની તળેટીમાં સ્થિત છે. આફ્રિકાનું આ સૌથી ઊંચું શિખર છે. પર્વતો અહીંયા વાદળોનો રસ્તો જાણે કે રોકી લે છે. ત્યાં પ્રતિવર્ષ 10,299 mm વરસાદ પદ છે. 

 

 

6) સૈન એન્ટોનિયા ડી યુરેકા ( ઇક્વાટોરિયલ ગીની ) - આફ્રિકા મહાદ્વીપનું આ સૌથી આર્દ્ર સ્થળ છે. અહીંયા માર્ચથી નવેમ્બર સુધી ગરમી હોય છે. બાકી બધા મહિના ભારે વરસાદ પડે છે. ત્યાં પ્રતિવર્ષ 10,450 mm વરસાદ પડે છે. 

 

 

7) ક્રોપ રીવર ( ન્યુઝીલેન્ડ ) - ક્રોપ રીવર ખાતે ન્યુઝીલેન્ડનો સૌથી વધુ વરસાદ પડે છે. ત્યાં પ્રતિવર્ષ 11,516 mm વરસાદ પડે છે. 

 

 

8) તુતેંદો, કોલમ્બિયા ( સાઉથ અમેરિકા ) - કોલમ્બિયાની આ જગ્યા ખાતે વરસાદની 2 સીઝન જોવા મળે છે. આખું વર્ષ ત્યાં વરસાદ ચાલુ હોય છે. ત્યાં પ્રતિવર્ષ 11,770 mm વરસાદ પડે છે. 

 

 

9) ચેરાપુંજી, મેઘાલય ( ભારત ) - આ દુનિયાની બીજી એવી જગ્યા છે કે, જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે. જોકે, શિયાળામાં સ્થાનિકોને પાણીની તંગીનો ખુબ સમનો કરવો પડે છે. ત્યાં પ્રતિવર્ષ 11,777 mm વરસાદ પડે છે.

 

 

10) મૌસીનરામ, મેઘાલય ( ભારત ) - ચેરાપુંજીથી માત્ર 15 km દુર આ જગ્યા પર વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. સ્થાનિકો અતિભારે વરસાદથી બચવા ઘરોની છત પર ઘાસ વાપરે છે. મીટીયોરોલોજીસ્ટસ ના મતે, બંગાળની ખાડીથી આ જગ્યા નજીક હોવાથી પ્રતિવર્ષ 11,871 mm વરસાદ પડે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application