જિલ્લા પંચાયતમાં થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રવેશ દ્વાર પાસે જ થર્મલ સ્ક્રિનિંગ અને હેન્ડ સેનિટાઇઝેશનની ખાસ વ્યવસ્થા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન ખાટરીયા દ્વારા કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે જિલ્લા પંચાયતના સભ્યો અર્જુનભાઈ ખાટરીયા, પરસોત્તમભાઈ લુણાગરિયા સહિતનાઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી સાથે જોડાયેલા આરોગ્ય વિભાગના અધિકારી એપેડેમીક ઓફીસર નિલેશ રાઠોડ તુષાર જોશી અને રાધિકા ચૌહાણ દ્વારા સવારથી બપોર સુધીમાં ૨૦૦ થી વધુ લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS