એક વર્ષમાં હતા ત્યાંના ત્યાં... રાજ્યમાં દર કલાકે 37 લોકોને કોરોનાનું સંક્રમણ

  • March 16, 2021 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લાં 24 કલાકમાં નવા 890 કેસ નોંધાયારાજ્યમાં કોરોના વાયરસ નો કહેર વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં નવા 890 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ4700ને પાર થઈ ગયા છે. ત્યારે ફરી એકવાર ગુજરાત દિવાળી સમયની સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું છે. છેલ્લા 7 દિવસમાં દૈનિક કેસમાં 60 ટકાનો વધારો થયો છે. આંકડા મુજબ, દર કલાકે 37 લોકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. ગત 19 માર્ચે ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. જેને હવે એક વર્ષ પૂરુ થવા આવ્યું છે. ત્યારે એક વર્ષમાં હતા ત્યાંના ત્યાં આવ્યા છે.

 


ચૂંટણીઓ બાદ કોરોના વાયરસના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં સરકાર અને તંત્ર હરકતમાં આવી ગયું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદના 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ વિસ્તારમાં રાતના 10 વાગ્યા પછી મોલ, શો રૂમ, ટી સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડ દુકાન , પાન મસાલા, સ્પા જીમ ક્લબ બંધ રહેશે.

 


અધિકારીઓનું કહેવું છે કે શહેરના વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં નોંધાયેલા કેસોનું એનાલિસિસ કરતાં કોવિડ-19 કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જેથી શહેરના જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે. આ પ્રતિબંધ કેટલા દિવસો માટે છે તે જાહેર કરાયું નથી પરંતુ આગામી જાહેરાત કરવામાં આવે ત્યાં સુધી ચુસ્તપણે અમલ કરવાનો આદેશ આપ્યો છે.

 


દેશમાં કોરોનાની બીજી લહેરનો ખતરો છે. દેશભરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થયો છે. મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે, ભારત હાલ કોરોના વાઇરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. માટે હવે પહેલાની જેમ જ વધુ સાવધાની રાખવાની જરૂર છે. આશરે ત્રણ મહિના બાદ ભારતમાં કોરોના વાઇરસના નવા 26,291 કેસો સામે આવ્યા છે. 85 દિવસમાં દૈનિક કેસોમાં સૌથી મોટો ઉછાળો છે. જેને કારણે પ્રશાસન એલર્ટ થઇ ગયું છે અને રાજ્યોને સતર્ક રહેવાની ચેતવણી પણ અપાઇ છે. આ વચ્ચે પ્રધાનમંત્રી તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં ત્રણ મહિનામાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવ્યા છે. જે 26 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે તેમાં 78 ટકા માત્ર પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કણર્ટિક, ગુજરાત, તમિલનાડુના છે. જ્યારે છ રાજ્યો કે જ્યાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યાં દરરોજના 400થી વધુ કેસ સામે આવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS