લેઈટ...લેઈટ...લેઈટ... મેયરના વોર્ડમાં ૧૯ મહિને રોડ ન બન્યો

  • June 16, 2021 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવના વોર્ડ નં.૧૨ના મવડી વિસ્તારમાં ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધી સીસીરોડ બનાવવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે જેનું કામ ૧૯ મહિને પણ પૂર્ણ થયું નથી. ખુબ ધીમી ગતિએ કામ ચાલતું હોય આજે મેયર સહિતના પદાધિકારીઓને વિઝિટ કરવા માટે દોડી જવું પડયું હતું. એક તરફ કોન્ટ્રાકટરને છ મહિનાનો મુદત વધારો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજની સાઈટ વિઝિટમાં કોન્ટ્રાકટરને વહેલીતકે કામ પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી ! વિશેષમાં મેયરે જણાવ્યું હતું કે, ઉપરોકત સીમેન્ટ કોંક્રિટ રોડની સાથે વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન પણ નાખવામાં આવી રહી છે તેમજ રસ્તાની બન્ને બાજુએ પેવિંગ બ્લોક નાખવામાં આવી રહ્યા છે. આ પ્રોજેકટ પૂર્ણ થયેથી ૧૫થી ૨૦ સોસાયટીના રહીશોને ચોમાસામાં પાણી ભરાવાના પ્રશ્નમાંથી મુકિત મળશે તેમજ ગોકુલધામ મેઈન રોડ તરફથી આવતા વરસાદી પાણીનો પણ ઝડપથી નિકાલ થશે. મેયરે એવો સ્વીકાર કર્યેા હતો કે, કોન્ટ્રાકટર દ્રારા કામ ખુબ જ ધીમી ગતિએ કરવામાં આવ્યું છે પરંતુ તેમની પાસે વિશાળ સત્તાઓ હોવા છતાં કામ ધીમું કરવા બદલ એજન્સી સામે કોઈ કાર્યવાહી કરવા તેમણે આદેશ આપ્યો નથી.

 

 

આજરોજ ઉપરોકત પ્રોજેકટની સાઈટ વિઝિટ દરમિયાન મેયર ડો.પ્રદીપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્રાજ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષના નેતા વિનુભાઈ ધવા, શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ નં.૧૨ના કોર્પેારેટર મગનભાઈ સોરઠિયા, મિતલબેન લાઠિયા, લીલુબેન જાદવ, રાણાભાઈ સાગઠિયા, વિનોદભાઈ સોરઠિયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા, વોર્ડ નં.૧૨ના પ્રભારી રાજુભાઈ માલધારી, મહામંત્રી મનસુખભાઈ વેકરિયા, દશરથસિંહ જાડેજા, વોર્ડ નં.૧૧ના પ્રભારી હસમુખભાઈ ચોવટિયા, પ્રમુખ સંજયભાઈ પીપળિયા, મહામંત્રી સંજયભાઈ બોરીચા, હસમુખભાઈ માકડિયા તેમજ ભાજપ અગ્રણી છગનભાઈ જાદવ, ફર્નાન્ડિઝભાઈ પાડલિયા, વૈભવભાઈ બોરીચા, પ્રવીણભાઈ પાઘડાર, વિજયભાઈ કોરાટ, સ્નેહલબેન જાદવ, આયદાનભાઈ બોરીચા, ભરતભાઈ શિંગાળા તેમજ સિટી એન્જિ. ગોહિલ, ડે.એન્જિ. અમિતભાઈ ડાભી, ગોરાણિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application