જીવન જરૂરિયાતની વસ્તુની કોઈ અછત નથી

  • March 25, 2020 10:45 AM 395 views

 

  • સરકારની પ્રજાને અપીલ: ગંભીર સંજોગોમાં વૈકલ્પિક વ્યવસ્થાનો માસ્ટર પ્લાન તૈયાર: કલેકટર–મનપા વિસ્તારમાં કમિશનરને સત્તા: દૂધ, દવા, શાકભાજી અને કરિયાણાની હાલ દુકાનો ખુલ્લી રહેશે


રાયમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત થતાંની સાથે જ લોકો જીવન–જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટે રીતસર તડાકો બોલાવ્યો છે. મોડીરાત સુધીમાં મોલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. આ તકે રાય સરકાર દ્રારા લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે રાયમાં જીવન–જરૂરિયાતની તમામ વસ્તુનો પુરતો જથ્થો છે. અને જીવન–જરૂરિયાતને લગતી તમામ દુકાનો રાયભરમાં ખુલ્લી છે જેમાં કરિયાણા, દવાની દુકાન, દૂધના પોઈન્ટ રાબેતા મુજબ ખુલ્લા રહેશે. પરંતુ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો રાય સરકારે વૈકલ્પિક વ્યવસ્થાનું માળખુ તૈયાર કરી દેવામાં આવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.


આ માટે મનપા વિસ્તારમાં કમિશનર, એસડીએમ જિલ્લામાં કલેકટર પુરવઠા અધિકારી અને પ્રાંતને વિશેષ જવાબદારી સોપીને જરૂરિયાત મુજબનો એકશન પ્લાન તૈયાર કરવા આદેશ આપ્યા છે. સંબંધિત વિસ્તારમાં કરિયાણાના વેપારીઓની યાદી બનાવવામાં આવી છે. આ વેપારીઓને કેટલીક સૂચના આપવામાં આવી છે. જેમાં વેપારીએ પોતાના ટેલિફોન નંબર બોર્ડ લગાવવા તેમજ તેના નિયમિત ગ્રાહકોના ટેલિફોન નંબર સાથેની યાદી બનાવવાની સૂચના આપવામાં આવી છે.


સ્થાનિક વેપારીઓને માલ સપ્લાય કરવા માટે રિલાયન્સ માર્ટ, ઓશિયા, બીગબજાર સાથે નવી ચેઈન તૈયાર કરવામાં આવી રહી છે મનપા–નપા વિસ્તારમાં શાકભાજીના ફેરિયાઓ નક્કી કરવામાં આવશે જે–તે વિસ્તારમાં ફરીને નિર્ધારિત ભાવે શાકભાજી આપશે. આ શાકભાજી સપ્લાય એપીએમસી મારફતે કરવામાં આવશે.


કરિયાણાના વેપારીઓ જરૂર જણાશે ત્યારે સ્થાનિક વ્યવસ્થાપન દ્રારા કરિયાણા સપ્લાય કરશે આ માટે સ્થાનિક સ્વરાયની સંસ્થા દ્રારા નિ:શુલ્ક વાહન–વ્યવહાર પુરી પાડવામાં આવશે. દૂધના પુરવઠા માટે સ્થાનિક ડેરીઓ પુરવઠો જાળવી રાખશે. સંબંધિત મંડળીઓ મારફતે તે પણ અસામાન્ય સંજોગોમાં વિતરિત કરવાની તૈયારી સરકારે કરી છે.

 

  • કવોરન્ટાઈન થયેલા લોકો હવે ઘેર નહીં રહી શકે નિર્ધારીત સ્થળે રહેવું ફરજિયાત

હોમ કવોરન્ટાઈન થયેલી વ્યકિતઓ અગાઉ પોતાના ઘરમાં રહેવું ફરજિયાત છે. પરંતુ સ્થાનિક રહીશોના વિરોધ અને લોકો કોરનટાઈન અમલવારી કરતા હોવાના કારણે તેમને ફેસેલિટેશન સેન્ટર પર ખસેડવામાં આવશે. આ હવે ફરજિયાત કરવાની ફરજ સરકાર દ્રારા પાડવામાં આવી રહી છે.

  • દરેક મેડિકલ કોલેજમાં આઈસોલેશન વોર્ડ

રાયની દરેક મેડિકલ કોલેજમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે જે ખાસ કોરોનાના દર્દીઓ અને સંભવિત દર્દીઓને રાખવામાં આવશે.