હોસ્પિટલોમાં બેડ કે ઇન્જેકશનની અછત નથી: કલેકટર

  • April 04, 2021 02:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર પ્રસરી હોવાના કારણે સંક્રમણ વધ્યું છે અને રોજેરોજ કેસ અને મૃત્યુ આંકમાં વધારો થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં જિલ્લાનું વહીવટી તંત્ર પણ ધંધે લાગ્યું છે અને કોઇ દર્દીને સારવાર લેવામાં મુશ્કેલી ના પડે તે માટે પ્રયાસો શ કરી દીધા છે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સજ્જ છે. રાજકોટ શહેર જિલ્લામાં કયાંય બેડ કે રેમડેસીવીર ઇન્જેકશનની અછત પણ નથી. આગામી સમયમાં પણ જર પડે બેડ વધારવામાં આવશે.

 


જિલ્લા કલેકટર રેમ્યા મોહને કહ્યું હતું કે, અત્યારની સ્થિતિ જોતા આવનારા સમયમાં જર પડયે વધારાના 500 બેડની સુવિધા ઉભી કરવામાં આવશે, એટલું જ નહીં સમરસ હોસ્ટેલમાં પણ 200 જેટલા બેડ વધારવામાં આવશે.

 


તેમણે કહ્યું હતું કે, બે-ત્રણ દિવસથી દર્દીઓને આપવાના થતાં રેમડેસીવીર ઇન્જેકશનની અછત છે તેવી વાતો વહેતી થઇ રહી છે, પરંતુ હાલમાં આ ઇન્જેકશનનો પુરતો જથ્થો છે અને કોઇએ ચિંતા કરવાનું કારણ નથી. જુદી જુદી ખાનગી હોસ્પિટલો અને 15 જેટલા મેડિકલ સ્ટોરમાં 3500 ઇન્જેકશનનો જથ્થો આપી દેવામાં આવ્યો છે. વધુમાં પણ જો જર પડશે તો નવો જથ્થો પણ મળી રહેશે.

 


તેમણે ઉમેર્યું હતું કે હાલમાં શહેર અને જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને વધુને વધુ લોકો આ ઝુંબેશમાં જોડાઇ રહ્યા  છે. આ વેક્સિન લેવાથી આડ અસર થાય છે તેવા પ્રકારની ખોટી અફવા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. લોકોએ આવી અફવાઓ ઉપર ધ્યાન આપ્યા વગર વેક્સિન મુકાવવી જોઇએ.

 


કેટલીક ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવાર માટે દર્દીઓના પરિવારજનો પાસેથી વધુ નાણા પડાવે છે તેવી ફરિયાદો થઇ રહી છે, આવી કોઇપણ વ્યક્તિ જિલ્લા કલેકટર તંત્રનો સંપર્ક કરશે તો જે તે ખાનગી હોસ્પિટલ સામે જરી પગલાં લેવામાં આવશે તેમ પણ કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS