રાજકોટમાં બેડની કોઈ સમસ્યા નથી, દર્દીઓને તકલીફ નહીં પડે

  • April 09, 2021 05:22 AM 

રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલો ફુલ થઈ રહી છે ત્યારે જિલ્લા કલેકટર રેમ્યા મોહને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુંં હતું કે, રાજકોટ શહેર-જિલ્લામાં બેડની કોઈ સમસ્યા નથી અને કોઈ દર્દીઓને મુશ્કેલી ન પડે તે જોવા માટે તંત્ર સજ્જ છે.

 


તેમણે કહ્યું હતું કે, રાજકોટ શહેર-જિલ્લામાં કુલ 3200 જેટલા બેડ છે અને તે પૈકીના 400 બેડ આજની તારીખે ખાલી છે. આવી જ રીતે રેમડેસિવિરનો 5000નો જથ્થો ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલોમાં પણ બે હજાર ઈન્જેકશનો ઉપલબ્ધ છે. શહેર-જિલ્લાની હોસ્પિટલોમાં ઓકસીજન પણ પુરતી માત્રામાં છે અને વેન્ટીલેટર પણ ઉપલબ્ધ છે.

 


રાજકોટ શહેર-જિલ્લામાં ઓકસીજનવાળા બેડની સંખ્યામાં 700 જેટલો વધારો કરવામાં આવશે તેમ જણાવતા જિલ્લા કલેકટરે કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે વધુ બે કેન્દ્રને મંજુર આપવામાં આવી છે અને આ કેન્દ્ર શ થઈ જતાં વેઈટીંગલીસ્ટ કલીયર થઈ જશે.

 


તેમણે એમ પણ કહ્યુંં હતું કે, રાજકોટના ઘણાં ધાર્મિક સ્થાનોમાં ભીડ એકત્ર થઈ રહી છે તેથી આવા સ્થળોએ ભાવિકોની ભીડ એકત્ર ન થાય તે માટે સંચાલકોને જરી નિર્દેશો આપવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS