કો૨ોનાથી મોતની સ્થિતિમાં કોઈ સુધા૨ો નહીં: ૨ાજકોટમાં વધુ પ૭ના મોત

  • May 11, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨ાજકોટમાં કો૨ોના કાળની બધી સ્થિતિ સુધ૨વા ત૨ફ જઈ ૨હી છે પ૨ંતુ મૃત્યુના આંકડાની સ્થિતિ સુધ૨તી ન હોવાથી હજુ પણ ચિંતાનો વિષ્ાય જોવા મળી ૨હયો છે. ૨ાજકોટમાં કો૨ોનાથી આજે વધુ પ૭ લોકોના મોત થયા હોવાનું જિલ્લા વહિવટી તંત્રએ જાહે૨ કયુ છે. મૃતકોમાં ૨ાજકોટ શહે૨, જિલ્લા અને બહા૨ગામના દર્દીઓ હોવાનું જાણવા મળી ૨હયું છે. આ ઉપ૨ાંત ૨ાજકોટ સિવિલ, સમ૨સ, કેન્સ૨ કોવીડ કે૨, યુનિવર્સિટી કોવીડ કે૨, તેમજ જિલ્લાની સ૨કા૨ી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સાજા થવાની સંખ્યામાં વધા૨ો થતાં હોસ્પિટલોમાં ૨૪ કલાકમાં વધુ ૩૮૬ બેડ ખાલી થતાં હવે જિલ્લાની હોસ્પિટલોમાં કુલ ૧૮૬૦ બેડ ખાલી હોવાનું તંત્રએ જણાવ્યું છે. કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે અંગેની માહિતી હવે ઓનલાઈન વેબસાઈટ ઉપ૨ પણ મુકવામાં આવી ૨હી છે જેના લીધે દર્દીઓના પ૨િવા૨જનો હોસ્પિટલમાં બેડની સ્થિતિ અંગે ઘ૨બેઠા જ જાણી શકશે

 


આ ઉપ૨ાંત દર્દીને હોસ્પિટલે જવા માટે ૧૦૮ ઈમ૨જન્સીને ૨૪ કલાકમાં ૨ાજકોટ શહે૨માંથી માત્ર ૨૮ અને ગ્રામ્ય વિસ્તા૨માંથી ૩પ ફોન કોલ મળ્યાં હતાં આ સંખ્યા જોતા દર્દીઓનો ઘસા૨ો મોટા પ્રમાણમાં ઘટી ૨હયો છે. આ જ ૨ીતે ઘ૨બેઠા એન્ટીજન ટેસ્ટ માટે કાર્ય૨ત ૧૦૪ સેવાને ૨ાજકોટ શહે૨માંથી ૧૧૦ અને જિલ્લામાંથી માત્ર ૭ ફોન કોલ મળ્યાં હતાં. તેમજ કલેકટ૨ કચે૨ી ખાતે કાર્ય૨ત ફ૨ીયાદ નિવા૨ણ કંન્ટ્રોલ મને પ૦ ૨જૂઆતો મળી હતી. ગઈકાલે થયેલા પપ દર્દીઓના મોતમાં માત્ર પ લોકોના જ કો૨ોનાથી અને  અન્ય પ૦ લોકોના અન્ય બિમા૨ીથી મોત થયાનું સ૨કા૨ે નિમેલી ડેથ ઓડીટ કમિટીએ જણાવ્યું હતું. હાલ તમામ લાગતી કતા૨ો અદ્રશ્ય થવા લાગી છે. જયા૨ે હવે માત્ર વેકિસનેશન માટેની કતા૨ો આ૨ોગ્ય કેન્દ્ર બહા૨ જોવા મળી ૨હી છે.

 

 

માર્કેટ યાર્ડ, દાણાપીઠ અને સટ્ટાબજારમાં ત્રણના મૃત્યુ

 

 

રાજકોટમાં એક તરફ વેપારીઓ બજારો ખોલવાની ઉતાવળ કરવા લાગ્યા છે. બીજી બાજુ શહેરમાં કોરોનાનો કહેર લગાતાર યથાવત રહ્યો છે. તાજેતરમાં આવેલી કોરોનાની બીજી લહેર રાજકોટ શહેરમાં તીવ્ર ઘાતક સાબીત થઈ છે. પ્રથમ લહેરમાં પણ અનેક વેપારીઓ અને ઉધોગપતિઓએ જીવ ગુમાવ્યા હતા. યારે બીજી લહેરમાં તાજેતરમાં માર્કેટ યાર્ડ, દાણાપીઠ અને સટ્ટાબજારમાં ત્રણ વ્યકિતઓએ કોરોનાની સારવાર દરમિયાન જીવ ગુમાવતા વ્યાપારી સંકૂલોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

 


વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ બેડી માર્કેટ યાર્ડના સેવાભાવી કર્મચારી નિર્મળભાઈ જી. લાવડિયાનું તાજેતરમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

 


યારે દાણાપીઠ બજારના વેપારી વર્તુળોમાંથી પ્રા માહિતી અનુસાર દાણાપીઠ બજારમાં આવેલી વર્ષેા જૂની જાણીતી વેપારી પેઢીમાં સંચાલક તરીકે કાર્યરત લોકપ્રિય યુવાન ગૌરાંગભાઈ પૂજારાનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થતાં બજારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. દાણાપીઠ બજારમાં હાફ–ડે લોકડાઉન પૂર્ણ કરી ફરી પુરો સમય દુકાનો ખુલ્લી રાખવા વેપારીઓ વિચારણા કરી રહ્યા હતા બરાબર તે સમયે જ આવા દુ:ખદ સમાચાર મળતા નિર્ણયમાં તબદિલી કરાઈ હતી અને આગામી તા.૧૭મે સુધી દાણાપીઠ બજારમાં હાફ–ડે લોકડાઉન યથાવત રાખવા નિર્ણય લેવાયો હતો.

 


રાજકોટ દાણાપીઠ બજારની બાજુમાં જ આવેલી સટ્ટાબજારના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સટ્ટાબજારમાં વર્ષેા જૂની વેપારી પેઢી ધરાવતા જાણીતા સેવાભાવી અને દાનવીર વેપારી રાજેન્દ્રભાઈ લાલજીભાઈ કોટેચાને કોરોના થયા બાદ તેઓ રિકવર થઈ ગયા હતા અને ત્યારબાદ તેમનું મૃત્યુ નિપયું હતું.

 


રાજકોટ શહેરમાં છેલ્લા એક સાહમાં ઉપરોકત ત્રણ વ્યાપારી સંકૂલો–બજારોમાં કોરોનાના કારણે ત્રણ જાણીતા શહેરીજનોના મૃત્યુ થતા વેપારી આલમમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS