રાજ્યમાં લોકડાઉન અંગે કોઈ વિચારણા નથી: રૂપાણી

  • March 18, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાળા-કોલેજની પરીક્ષા અંગે આજે બેઠક: બેડની સંખ્યા વધારવા સૂચના આપી છે, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારવામાં આવશે


ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને લઈને સ્થિતિમાં કોઈ સુધારો નથી. આખરી સ્થિતિ મુજબ દર કલાકે 46 લોકોને કોરોનાનો ચેપ લાગે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને મામલે કોઈ પણ પ્રકારની ઢીલાસ ચલાવી નહીં લેવાય, લોકોને બિનજરી હેરફેર ન કરવાની મુખ્યમંત્રીએ અપીલ કરી હતી આ અપીલ વચ્ચે લોકડાઉનની શકયતા પર પૂર્ણવિરામ મુકતા જણાવેલ છે કે શાળા-કોલેજની પરીક્ષા રદ કરવાના મામલે હવે પછી નિર્ણય કરવામાં આવશે.

 


વધુમાં સરકાર દ્વારા કોરોનાને લઈને તૈયારીઓનો ચિતાર આપ્યો હતો કે પહેલા હતા જ તેટલા છ ગણા બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આવશ્યકતા મુજબ ખાનગી હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવશે. હાલ લોકડાઉનની કોઈ વાત નથી ભૂતકાળમાં કર્યુ હતું હાલ લોકડાઉન લગાવાશે નહીં શાળા-કોલેજ ચાલુ રાખવા કે નહીં તે નિર્ણય આગામી સમયમાં આવશે. રાજ્યમાં રસીકરણ વધારવામાં આવશે તેની સાથે જ ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે.

 


રાજ્યમાં શાળા-કોલેજની પરીક્ષાઓને લઈ આજે શિક્ષણ વિભાગની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે જેના આધારે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઇ પાણીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા અને પહોંચી વળવા સક્ષમ છીએ. કોરોનાનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારવામાં આવ્યું છે. રસીકરણની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપી છે. લોકડાઉનની કોઇ વાત નથી પરંતુ કરફ્યુ અને માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ સહિતના ધારાધોરણોનું કડક પાલન કરવાનું રહેશે. ભીડ-ભાડવાળા વિસ્તારોમાં કડકાઇથી કામ લેવામાં આવશે.

 


મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાને કાબૂમાં લેવા માટે ગૃહ અને આરોગ્ય વિભાગને જરી કાર્યવાહી કરવા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. લોકોએ લોકડાઉનનો ભય રાખવાની જર નથી પરંતુ રાત્રીના 10 પછી કરફ્યુ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોવિડના જે કોઇ નિયમો જાહેર કરાયા છે તેનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. પરિસ્થિતિની દરરોજ સમિક્ષા કરવામાં આવશે અને જયારે જે મુજબ પગલાં લેવાની જર જણાશે તે મુજબ યોગ્ય પગલાં લેવામાં આવશે ‘કોરોના હારશે અને ગુજરાત જીતશે’ એ સૂત્રને આપણે સૌએ સહિયારા પ્રયાસોથી સાર્થક કરવાનું રહેશે.

 


છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસની સંખ્યામાં થઇ રહેલા ચીંતાજનક વધારા બાબતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ચાર મહાનગરોમાં સિનિયર આઇએએસ ઓફિસરોને નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને આ તમામ અધિકારીઓએ પોતાની કામગીરી શ કરી દીધી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS