વિદેશથી આવેલા ૭૦૦૦ ગુજરાતીઓનો પતો નથી

  • March 26, 2020 11:53 AM 704 views

ગુજરાતના આરોગ્ય વિભાગે કુલ ૨૦,૦૦૦ લોકોને કવોરેન્ટાઇન કર્યા છે, બાકીના લોકોને ટ્રેસ કરવાના બાકી છે, વેન્ટીલેટરની સંખ્યાની પણ સમીક્ષા કરાઇ છે

ભારત અને ગુજરાતમાં કોરોના વાયરસ ફેલાવાનું મુખ્ય કારણ વિદેશથી આવેલા લોકો છે. કોણ કયા દેશોમાંથી આવ્યું છે તેની માહિતી સરકારે એકત્ર કરી છે પરંતુ હજી કેટલાક લોકો એવા છે કે જેમનો સંપર્ક થઇ શકયો નથી. રાયના એરપોર્ટ પર ચેકલિસ્ટ બનાવવામાં આવ્યું હતું પરંતુ યારે કોઇ વિદેશી એરપોર્ટ પર ઉતર્યેા હોય ત્યારે તેને કોરોના વાયરસના કોઇ લક્ષણો ના હોય તેવું પણ બન્યું છે તેમ છતાં તેમને ૧૪ દિવસ કવોરેન્ટાઇનમાં રહેવાના આદેશ કરવામાં આવ્યા હતા.


જો કે ગુજરાતમાં વિદેશોમાંથી આવેલા ગુજરાતીઓ પૈકી ઘણાં લોકો આસાનીથી બજારમાં ફરતા હતા તેવું પણ ધ્યાને આવ્યું છે. ગુજરાતના આરોગ્ય વિભાગે ૨૦ હજાર લોકોને આઇસોલેટ કર્યા છે પરંતુ કેટલાક લોકોએ સંખ્યાબધં લોકોનો સંપર્ક કર્યેા છે. કોરોનાના લક્ષણો એક વખત સંપર્કમાં આવ્યા પછી ત્રણ ચાર દિવસમાં ધીમે ધીમે બહાર આવે છે પરંતુ યારે ફિવર હોય ત્યારે કોઇપણ વ્યકિત ડોકટરી સલાહ લેતી હોય છે. વિદેશથી આવેલા ગુજરાતીઓ અને તેમના સંપર્કથી હવે સ્થાનિક લેવલે ચેપ લાગવાનો શ થયો છે તેથી ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા ૪૦ થઇ છે.


ગાંધીનગરમાં એક યુવાન દુબઇથી આવ્યો હતો પરંતુ તેના સંપર્કેાથી તેના પરિવારના સભ્યોમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને જોત જોતામાં ગાંધીનગરમાં છ લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ છ લોકો એક જ પરિવારના સભ્યો છે. આ લોકો સાથે જે સ્નેહીજનો તેમજ મિત્રો અથવા તો પાડોશીઓ સંપર્કમાં આવ્યા છે તેમને પણ કવોરેન્ટાઇન કરવામાં આવેલા છે.


એરપોર્ટના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કુલ ૨૭૦૦૦ લોકો વિદેશોમાંથી આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં પણ આ સંખ્યા ૫૦૦ જેટલી થવા જાય છે. આરોગ્ય વિભાગની તકેદારીના કારણે ૧૧૦૦૦ને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા જે આંકડો બુધવારે ૨૦,૦૦૦ જેટલો થયો છે પરંતુ હજી ૭૦૦૦ એવાં છે કે જેમનો સંપર્ક થયો નથી.


રાયના આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે કે આ ૭૦૦૦ લોકોને શોધીને કવોરન્ટાઇન કરવાના થાય છે. જો તેઓ સ્વેચ્છાએ હોમ કોરન્ટાઇન થયા હશે તો વાંઘો નથી પરંતુ અન્ય લોકોના સંપર્કમાં આવ્યા હશે તો ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસો વધવાનું મોટું જોખમ ઉભું છે.


ગુજરાતમાં કુલ ૬૦૯ સરકારી હોસ્પિટલોમાં વેન્ટીલેટરની સુવિધા છે. એ ઉપરાંત સેમી ગવર્નમેન્ટ હોસ્પિટલોમાં ૧૫૦૦ વેન્ટીલેટર છે. કોરોના સંદર્ભે ભારત સરકારે ૨૭૦૦૦ લોકોની યાદી આપી છે જેમાં જે લોકો એરપોર્ટ પર આવ્યા તેમને ટ્રેસ કરવામાં આવ્યા છે. કેટલાક લોકો મુંબઇ કે અન્ય શહેરમાંથી બાય રોડ કે ટ્રેન મારફતે પણ આવ્યા છે.