બુદ્ધિને બગાડનારાં ત્રણ તત્વો છે અને બુદ્ધિને શુદ્ધ કરનારા પણ ત્રણ તત્વો છે

  • September 15, 2022 06:00 PM 


સાહેબ, કલ્પના કરો કે કોઈ એક સંત મળી જાય તો ક્ષૂણળરુટ ધૂમણ ઠ્ઠપબ્   ત્રિભુવન તરી જવાય. આપણી આખી પરંપરામાં એવા કેટલાય સાધુપુરુષો આવ્યા છે, સમયે-સમયે, કે જેણે ત્રણેય ભુવનને તાર્યા છે. મૂળ તો ભાગવત્નું આ વાક્ય છે, ક્ષફનરૂૂરુથ્ લણ્ળન ઉદ્ધવજીના મુખમાંથી નીકળેલું વાક્ય છે કે ગોપાંગનાઓ કૃષ્ણકીર્તનમાં તલ્લીન રહે છે; કોઈપણ વસ્તુમાં તલ્લીન થવું એ એક અવસ્થા છે, પણ મારી ને તમારી તલ્લીનતા અખંડ નથી રહેતી, બાપ ! ઘણા માણસો એવા હોય કે તલ્લીન થયા પછી પગથિયું નથી ચૂકતા, તદ્દ્ગત થાય છે. જેની સાથે તલ્લીનતા હતી એની સાથે ઓતપ્રોત થવું તે તદ્દ્ગત. પણ ઘણી વખત એવું પણ બને કે તદ્દ્ગત થનારો સાધક પણ, સિદ્ધિ-પ્રાપ્તિ પછી ક્યારેક પોતાનો નવો વાડો શરુ કરે છે. ખતરો છે. હું પણ મારું જુદું સ્થાપું ! અને એટલે જ શાસ્ત્રકારો કહે, ત્રીજી ભૂમિકા બહુ જ અગત્યની છે અને તે છે તદાશ્રિત. ઇંૈશ્રઞ ઊમ ઉંરુટફ્ર નબ્   આપે વિચાર કર્યો કે, બુદ્ધિને બગડનારાં ત્રણ તત્વો છે ને બુદ્ધિને વારંવાર શુદ્ધ કરનારાં પણ ત્રણ તત્વો છે. 


બુદ્ધિને શુદ્ધ કરનારાં તત્વો વિશે મારી વ્યાસપીઠ ગીતાના ન્યાયે બહુ જ કહેતી રહી પસ, ડળણ ટર્ક્ષીં ઇંનૃ  પણ બુદ્ધિને બગાડનારાં પણ ત્રણ તત્વો. બહુ દૂરની વાતો નથી કરવી, મને-તમને જે અનુભવાયું છે એ ચર્ચા હું તમારી સાથે બેસીને સંવાદના સ્વરમાં, મારી ગાનપીઠ ઉપરથી કરી રહ્યો છું. આ મારો ગાનઘાટ છે.
બાપ, આપણી બુદ્ધિ મલિન થાય છે, એનું પહેલું કારણ છે ભેદવૃત્તિ. જ્યારે આપણી બુદ્ધિમાં ભેદ પ્રગટ થાય છે ત્યારે બુદ્ધિ મલિન બને છે. બીજાં ઘણાં કારણો આપ શોધી શકો, પણ મને જે સમજાયું તે બીજું કારણ આ છે વ્યભિચાર. મારી ને તમારી બુદ્ધિ અનેક જગ્યાએ ભટકે છે. આ વિવેચના નથી, આત્મનિવેદન છે. કોઈ બુદ્ધપુરુષ કે જેને પરમાત્મા પ્રેમ કરતો હોય, એની એક દૃષ્ટિ મળે તો પછી ભટકવાની જરૂર ન રહે. અને દૃષ્ટિ શું, એની સાથે ફોટા પણ પડાવ્યા હોય છતાં બુદ્ધિ ભટકે તો સમજવું- માળા કરી પણ ચિત્તવૃત્તિ ઠીક ન કરી ! સાવધાન! ગંગાસતી બોલ્યાં છે-


ચિત્તની વૃત્તિ જેની રહે સદા નિર્મળ
ઈ હરિજનનું એંધાણ છે...
ગીતા એ પણ જેને વ્યભિચારિણી બુદ્ધિ કહી છે એ આપણી બુદ્ધિની મલિનતા છે, દોષ છે. કોઈ એક જગ્યાએ બુદ્ધિ તદાશ્રિત બને એ જરૂરી છે, શાયરનો શેર યાદ આવે છે-
ઇંડન પજ્ઞ ઘફળ ધિ રૂવઇં ણળ લઇંૂઉંજ્ઞ,
રુઇં વફ બબ્વળ ઈલઇંત નૂઙિ ક્ષજ્ઞ ણૅઘફ વે 
હવે મારા પગ ક્યારેય લડખાડશે નહીં, હું બહેકી નહીં જાઉં, મારા ગુરુની મારા પર દૃષ્ટિ છે. 
તો, કદમ બહેકશે નહીં. કારણ કે વફ બબ્વળ ઈલઇંત નૂઙિ ક્ષજ્ઞ ણૅઘફ વે  સાહેબ, કોઈ બુદ્ધ પુરુષની દૃષ્ટિમાં રહેવું. જિંદગીની આ સર્વોત્તમ અવસ્થા છે. બુદ્ધિને એ ભટકવા નહીં દે.
અને બુદ્ધિ મલિન થવાનું મને જે સમજાયું તે ત્રીજું લક્ષણ છે અહંકારવૃત્તિ. આ મલિનતામાંથી મુક્ત થવાના ઉપાયો ગીતા એ આપ્યા-યજ્ઞ, દાન અને તપ. પણ મારે આપને એ કહેવું છે કે કોઈ એક સંત ત્રણ ત્રિભુવનને પવિત્ર કરી શકે, ત્યારે આપણી ચર્ચા તો આખા સંતસમાજની થઈ રહી છે ! જ્યાં આખો સંતસમાજ એકત્રિત થાય તો એનો મહિમા કેવો હશે ! હા, લોકો એવું કહે છે કે સિંહનાં ટોળાં ન હોય. એવું નથી, ટોળાં પણ હોય. કોઈ નિયમ ન સ્થાપિત કરો. અપવાદ પણ હોય. સારું વન હોય તો સિંહનાં ટોળાં હોય, એમ સારું જીવન હોય તો સંતના પણ ટોળાં હોય. એક કરોડ મણ અંધારું હોય, એ બધા જ અંધકારનો નાશ એક કોડિયામાં બળતી ઘીની વાટથી થાય.
સંકલન : જયદેવ માંકડ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application