રાજ્યમાં વાઈન શોપ હમણાં ખુલવાના કોઈ એંધાણ નથી

  • May 22, 2020 04:17 PM 342 views

લોકડાઉનના કારણે રાજ્યના હોટેલ-મોટેલના તમામ પ્રકારના ધંધા બંધ છે ત્યારે રાજ્યભરની પરમીટધારકો માટે વાઈન શોપ તા.૩૧ મે સુધી ખુલે નહીં તેવા સમાચાર છે. એટલે પરમીટધારકોએ દારૂ માટે વધુ વલખા મારવા પડશે તેવા સ્પષ્ટ સંકેતો રાજ્ય સરકાર તરફથી મળી રહ્યા છે.
સરકારના બ્યુરોક્રેટસના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજ્યંના ગૃહ રાજ્યમંત્રી દ્વારા વાઈન શોપ ચાલુ કરાવવા માટે લીલીઝંડી આપી દીધી છે. પરંતુ મુખ્યમંત્રી દ્વારા આ મામલે કોઈપણ પ્રકારની મંજુરી આપવાનો હાલ કોઇ મૂડ નથી.સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની હોટલ સાથે જ પરમીટેડ વાઇન શોપ સંકળાયેલી છે. લોકડાઉનમાં હોટેલોને બંધ કરાવવાની સાથે આ વાઇન શોપ પણ બંધ થઇ ગઇ છે. 


પરિણામે બજારમાં બુટલેગરો બેફામ બનીને મનફાવે તેવા ભાવે દારૂનું વેચાણ કરીને ધૂમ કમાણી કરી રહ્યા છે.રાજ્યમાં દા‚ની પરમીટધારકો અને હોટેલોના સંચાલકો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ આ વાઇનશોપ ખોલવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. વાઇનશોપ બંધ રહેવાના કારણે તેમની આર્થિક નૂકસાની વેઠવાનો સમય આવ્યો છે.  હેલ્થ સાથેની દા‚ની પરમીટ આપવામાં આવી હોવાથી લોકોની હેલ્થને ધ્યાનમાં રાખીને મુદત આપવાની માગણી કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન શરૂ થતાં જ તમામ લીકર શોપ બંધ થઈ ગઈ છે અને પરમીટ ધારકો ખુલે તેની રાહ જોઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application