સમરસ હોસ્ટેલમાં 261 વિદ્યાર્થીઓ રહે છે છતાં ત્યાં કોવિડ સેન્ટર બનાવવા તંત્રનો હઠાગ્રહ

  • March 23, 2021 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના કેસની સંખ્યામાં ચૂંટણી બાદ વધારો થતા તંત્રવાહકો નવેસરથી વ્યવસ્થા ગોઠવવામાં લાગી ગયા છે. ગયા માર્ચ મહિનામાં જ્યારે કોરોનાએ ઉપાડો લેવાનું શ કર્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલી સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર શ કરવામાં આવ્યું હતું અને ત્યાં 560 દર્દીઓ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ગયા વર્ષે માર્ચ માસથી કોલેજો અને હોસ્ટેલો બંધ કરી દેવાના કારણે સમરસ હોસ્ટેલ ખાલી હતી પરંતુ આ વખતે ચિત્ર બદલાઈ ગયું છે. સમરસ હોસ્ટેલમાં 115 વિદ્યાર્થીઓ અને 146 વિદ્યાર્થિનીઓ સહિત 261 સ્ટુડન્ટ રહે છે. આ તમામને કયા રાખવા તે પ્રશ્ર્ન યુનિવર્સિટીના સત્તાવાળાઓને મૂંઝવી રહ્યો છે.

 

 

આ બાબતે કલેકટર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ કલેકટર તંત્ર સમરસ હોસ્ટેલમાં જ કોવિડ કેર સેન્ટર શ કરવા માગતું હોવાથી પ્રશ્ર્ન પેચીદો બની ગયો હોવાનું જાણવા મળે છે. યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના આદેશ મુજબ શાળા-કોલેજો અને હોસ્ટેલો બંધ છે પરંતુ એમ.ઈ., એમએસસીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ તથા મેડિકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમોના ફાઈનલ યરના વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલમાં રહે છે. એક બાજુ વિદ્યાર્થીઓ રહેતા હોય અને બીજીબાજુ કોરોના દર્દીઓને રાખવામાં આવે તે પરિસ્થિતિ ઘણી ગંભીર છે. સત્તાવાળાઓ અહીં જ નવેસરથી કોવિડ સેન્ટર શ કરવા માટે મકકમ છે અને તેથી હોસ્ટેલના અમુક ભાગને લોખંડની ગ્રીલથી બંધ કરીને વિદ્યાર્થીઓ તથા દર્દીઓ અલગ-અલગ રહે તેવી વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છે પરંતુ આ બાબત પણ ભવિષ્યમાં ઘાતક ન બને તેની ચિંતા અત્યારથી જ થઈ રહી છે.

 


સમરસ હોસ્ટેલના સેન્ટરમાં કોરોના દર્દીઓ માટે રાતોરાત લાખો પિયાના ખર્ચે ઓક્સિજનની લાઈન નાખવામાં આવી હતી. કોરોના હળવો થતાની સાથે જ ચૂંટણી પહેલાં આ તમામ ઓક્સિજન લાઈન કાઢી નાખવામાં આવી છે અને હવે ફરી જરિયાત ઉભી થતાં ત્યાં ઓક્સિજન લાઈન નાખવા માટેની ચચર્િ મીટિંગમાં થઈ છે. થોડો સમય રાહ જોઈ હોત તો ઓક્સિજન લાઈન કાઢવા અને નાખવા માટેનો વધારાનો ખર્ચ નિવારી શકાત સાથોસાથ ઝડપભેર સમરસ સેન્ટર ચાલુ પણ કરી શકાત.

 

 

ખાનગી હોસ્પિટલનું અમને નહીં મહાનગરને પૂછો: કલેકટર તંત્રનો જવાબ
રાજકોટ શહેરમાં કોરોના દર્દીઓની સારવાર માટે 29 ખાનગી હોસ્પિટલો હતી તે પૈકી મોટાભાગની હોસ્પિટલોએ કોરોના દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી દીધું છે અને હાલમાં તો 14 હોસ્પિટલમાં તે ચાલુ છે. તમામ ખાનગી હોસ્પિટલો નવેસરથી શ કરવા માટે ગઈકાલે કલેકટર કચેરીમાં મિટિંગ મળી હતી. નવી કેટલી ખાનગી હોસ્પિટલો શ થશે તેવા સવાલના જવાબમાં અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે અમે માત્ર મિટિંગ યોજવામાં સંકલનની ભૂમિકા ભજવીએ છીએ. ખાનગી હોસ્પિટલોમાંથી કેટલી ચાલુ થશે ? નહીં થાય ? ફાયર એનઓસીનું શું ? તે તમામ સવાલના જવાબ મહાનગરપાલિકા આપી શકશે.

 


હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
ખાનગી હોસ્પિટલોમાં કેટલા બેડ ઉપલબ્ધ છે તે સહિતની તમામ માહિતી મળી રહે તે માટે કલેકટર કચેરીમાં ક્ધટ્રોલ મ ઉભો કરવામાં આવ્યો છે. તેના નંબર 94998 04038, 94998 06486, 94998 01338, 94998 06828, 94998 01383 જાહેર કરાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS