જામનગર શહેરમાં નવા બની રહેલા મકાનોમાંથી વાયરના બંડલોની ચોરી
જયંત સોસાયટી અને શરૂ સેકશન રોડ પરથી એક લાખનો મુદામાલ લઇ ગયા
જામનગરના જયંત સોસાયટી અને શરૂ સેકશન રોડ પર નવા બની રહેલા મકાનોમાંથી ૨૬ ઇલેકટ્રીક કેબલના બંડલો કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાની ફરીયાદ દાખલ થઇ છે જેના આધારે તપાસ આગળ ધપાવી છે.
જામનગરના સમર્પણ સર્કલ પાસે અજંતા સોસાયટીમાં રહેતા મુળ મોટી માટલી ગામના હાજા મુળુભાઇ કરમુરએ અજાણ્યા શખ્સો સામે સીટી-સીમાં ઇલેકટ્રીક બંડલ ચોરી કરી ગયાની ફરીયાદ કરી છે.
ગત તા. ૨-૩-૨૬ના સમય દરમ્યાન જયંત સોસાયટી પાસે ફરીયાદીના શેઠના નવા બનતા બંગલામાં અજાણ્યા શખ્સોએ પ્રવેશી ઉપરના માળે રૂમના નકુચા તોડી અંદરથી અલગ અલગ ઇલેકટ્રીક કેબલના ૧૧ બંડલ કિ. ૩૪૧૦૦ની ચોરી કરી ગયા હતા.
આ ઉપરાંત મુળ વાવડીના હાલ ફીયોનીકા સોસાયટીમાં રહેતા અંકીત ધીભાઇ વાડોલીયા (ઉ.વ.૩૨) એ અજાણ્યા શખ્સ સામે ફરીયાદ કરી છે કે ગત તા. ૧૫-૪-૨૬ના સમય દરમ્યાન શરૂ સેકશન રોડ ખાતે ફરીયાદીના બની રહેલા નવા મકાનમાં ત્રાટકેલા શખ્સો નીચેના રૂમમાંથી ૧૫ ઇલેકટ્રીક કેબલના બંડળ કિ. ૬૭૫૦૦ની ચોરી કરી લઇ ગયા છે, આ બંને ફરીયાદના આધારે પીએસઆઇ કેશવાલા તપાસ ચલાવી રહયા છે.